ETV Bharat / state

પોરબંદરમાં કોરોના વિરોધી વેક્સિનેશનના બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન મુકાવવાની શરુઆત

કોરોનાની મહામારીના અંત માટે કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં તબીબો અને હેલ્થ વર્કરોને કોરોનાની રસી અપાયા બાદ આજે બીજા તબક્કાની કામગીરીનો પ્રારંભ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી સાથે થયો હતો.

પોરબંદરના કલેક્ટર વેક્સિન લેતા
પોરબંદરના કલેક્ટર વેક્સિન લેતા
author img

By

Published : Feb 1, 2021, 9:59 PM IST

  • ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ
  • કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓએ પણ લીધી વેક્સિન
  • કોઇ પ્રકારની આડઅસર જોવા મળી નથી
    પોરબંદરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ
    પોરબંદરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ

પોરબંદર : પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ પોરબંદરના કલેકટર ડી.એન.મોદી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી અને જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ પોતે કોરોનાની વેક્સિન મુકાવી હતી. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને રસી આપનાર તાલીમબદ્ધ કોરોના વેકિસનેશન સ્ટાફે કોવિડ-19 વેક્સિનેશન માર્ગદર્શિકા અનુસાર માહિતી આપી બીજા ડોઝનો સેડયુલ આપ્યો હતો.

પોરબંદરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ
પોરબંદરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ

જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ લીધી વેક્સિન
પોરબંદરના કલેકટર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન અંગેની ખોટી અફવાથી લોકોએ દૂર રહેવું જોઈએ. આજે પોતે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે વેક્સિન મુકાવી છે અને કોઈને આડઅસર થઇ નથી તેમ જણાવ્યું હતું. આ તકે કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને પોરબંદર જિલ્લામાં રસીકરણ અભિયાન અંગેની તૈયારીઓ અને વધારવામાં આવેલી સુવિધાઓ તેમજ અત્યાર સુધી થયેલી કામગીરીની વિગત સંબંધિત નોડલ ઓફિસરઓએ આપી હતી.

750 ફ્રન્ટલાઇન કોરોનો વોરિયરને વેક્સિન આપવામાં આવશે
પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતાબેન દવે એ જણાવ્યું હતું કે, કોરોના વિરોધી વેક્સિનેશનના બીજા તબક્કામાં પોરબંદરના રેવન્યુ, પોલીસ, પંચાયત સહિતના ડિપાર્ટમેન્ટના 750 ફ્રન્ટલાઇન કોરોના વોરિયરને વેક્સિન આપવામાં આવશે. પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલ માં ત્રણ સેન્ટર પર અને જિલ્લાના વિસ્તારમાં કુતિયાણા રાણાવાવ અને માધુપુર ખાતે એમ 6 વેકિસન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બાકીના ફન્ટલાઇન કોરોના વોરિયરને પણ વેક્સિન આપવામાં આવશે. આ પ્રસંગે અધિક કલેકટર રાજેશ તન્ના, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.પરમાર, ડૉ.ઠાકર, આરોગ્ય અધિકારી ડૉ.રાઠોડ, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા, મામલતદાર સાવલિયા, પોલીસ, રેવન્યુ, માહિતી, મીડિયાકર્મીઓ અને આરોગ્ય શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિવિલના ડૉ.ધર્મેશભાઇએ જરૂરી સંકલન કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.