પોરબંદરઃ કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ગરીબ વર્ગને વિતરણ કાર્ય પૂર્ણ થતાં હવે મધ્યમ વર્ગીય પરીવારો અને બાકી રહેલાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના 80 હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
સાધન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્વાર વિતરણ થતુ અનાજનો હક્ક જતો કરી રહ્યાં છે. રાશનકાર્ડમાં આપેલા નંબરના છેલ્લા અંકના આધારે તારીખ મુજબ અનાજ મળશે. જેમના રાશનકાડૅ નંબરનો છેલ્લો અંક નંબર 3 અને 4 હશે તેમને જ 8મેએ અનાજ મળશે. આમ કાર્ડ ધારકોના નંબર પ્રમાણે પાંચ દિવસમા તમામ લાભાર્થીઓને અનાજ વિતરણ કરાશે.
સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહીં તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ તથા 1 કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે.
રાશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લો અંકનો નંબર 3 અથવા 4 હોય તેઓને 8 મે, 5 અને 6 હોય તેઓને 9 મે, 7 અને 8 હોય તેઓને 10 મે તથા અંક નંબર 9 અથવા 0 હોય તેવા કાર્ડ ધારકોને 11 મેના રોજ સસ્તા ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્વરા જણાવાયું છે.
રાશન મેળવવા કાર્ડ દીઠ એક વ્યક્તિએ જ આવવુ, તથા રાશનકાર્ડ અને આધારકાર્ડ અચુક લાવવા, લોકોએ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવુ કોઇ કાર્ડ ધારકને રાશનના જથ્થાની જરૂર ન હોય તો તેમણે સ્વેચ્છાએ રાશન જતુ કરવુ, જેથી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ શકે, આમ તા.7 થી તા.11 મે સુધી પોરબંદર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરાશે.