ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત - Covid center in porbandar

પોરબંદર જિલ્લામાં મંગળવાના રોજ 4 કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉપરાંત, કોરોના અને ગંભીર બીમારીને કારણે એકનું મોત થયું છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાના કુલ 245 પોઝિટિવ કેસ નોંધાયા છે અને પોરબંદરના 13 અને જિલ્લાના એક મળી કુલ 14 મોત થયા છે.

પોરબંદરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત
author img

By

Published : Aug 11, 2020, 7:22 PM IST

પોરબંદર: જિલ્લામાં મંગળવાના રોજ 4 કોરોના પોઝિટિવ કેસમાંથી ઝુંડાળા પ્રાથમિક શાળા પાસે રહેતા 53 વર્ષના પુરુષને તથા સંતોષીમાં મંદિર સુભાષનગર પાસે રહેતા 38 વર્ષના પુરુષને અને ઝુંડાળા પ્રાથમિક શાળા પાસે રહેતા 35 વર્ષીય મહિલાને તથા જુરીબાગ પોરબંદર ખાતે રહેતા 55 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તમામને સારવાર હેઠળ ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 71 એક્ટિવ કેસ છે. જેમાં કોવિડ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 38 24 કોવિડ કેર સેન્ટર ખાતે 19 અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે 14 દર્દીઓ છે. પોરબંદર જિલ્લામાં આજે કુલ 291 સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોરબંદરમાં હાલ આઇસોલેશન વોર્ડમાં 38 દર્દીઓ અને સેમી આઇસોલેશન વોર્ડમાં 23 દર્દીઓ દાખલ છે.

પોરબંદરમાં આજે માસ્ક ન પહેરવાના અને જાહેરમાં થૂંકવાના કેસની સંખ્યા 185 થઈ છે. જેની વસૂલાતની રકમ 92 હજાર 500 છે. પોરબંદરમાં હાલ 35 લોકોનું સરકારીમાં અને 14 લોકોનું ખાનગી સ્થળમાં ડિસ્ટ્રિક્ટ કોરોન્ટાઇન છે.
જ્યારે 1,457 લોકોનું હોમ કોરોન્ટાઈન છે.
અત્યાર સુધીમાં કન્ટેન્મેન્ટ ઝોન 76 ઘરોની સંખ્યા 291 અને વ્યક્તિઓની સંખ્યા 1,063 છે. પોરબંદરમાં આજે 1020 લોકોનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું હતું અને એન્ટ્રી પોઈન્ટ પર 4, 324 લોકોનું સ્ક્રિનિંગ કરાવ્યું છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા કોરોનાનેે કારણે મૃત્યુ પામેલા દર્દીનું નામ મીડિયા સમક્ષ જણાવવામાં આવતું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.