- પોરબંદરમાં નકલી પોલીસના નામે લોકોને છેતરતા આરોપી ઝડપાયા
- પોરબંદર પોલીસે ઈરાની ગેંગના ચાર આરોપીને ઝડપી પાડ્યા
- ઈરાની ગેંગના ચારે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા
પોરબંદરઃ પોલીસે ઝડપેલા ઈરાની ગેંગના ચારેય આરોપીઓના 3 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં ચારેયને જેલહવાલે કર્યા છે. આ આરોપીઓ સામે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનેક પ્રકારના ગુનાઓ નોંધાયા છે. ઈરાની ગેંગના આરોપીઓ લોકોને પોલીસ અધિકારી હોવાનું કહી દાગીના પડાવતા હતા. લોકોને પોતે પોલીસ અધિકારીની ઓળખ આપતા હતા.
ઈરાની ગેંગના આ આરોપીઓ...
- સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ સ/ઓ એહમદખાન મનસુરખાન ઈરાની (જાતે પઠાણ ઈરાની મુસ્લીમ ઉ.વ.43, ધંધો- ચશ્મા વેચવાનો, રહે. સેંડવા દેવજિરી કોલોની 69, જિ. બડવાની, રાજ્ય મધ્યપ્રદેશ)
- ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઈરાની જાતે સિયા મુસ્લિમ ઉ.વ.30, ધંધો- વેપાર, રહે. ભુસાવલ ઈદગાહ રોડ, મુસ્લિમ કોલોની નક્શાબંધી મદરેસા પાસે, તા. બજારપેટ, થાના-બજારપેટ, જિ. જલગાંવ, રાજ્ય-મહારાષ્ટ્ર)
- મોહમ્મદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસીનઅલી ઉર્ફે કાઝી જાફરી, ઈરાની, ઉ.વ-20, ધંધો- વેપાર, રહે. ભોપાલ, કરોત, હાઉસીંગ બોર્ડ, સિયા મસ્જિદ પાસે, થાના-નિશાતપુરા, રાજ્ય-મધ્યપ્રદેશ)
- રઝાઅલી કુરબાનઅલી ઈરાની, ઉ.વ-22, રહે, સેંઘવા, દેવજિરી કોલોની, ઈમામ બારગાની પાસે, પહેલી ગલીમાં, જિ. બડવાની, રાજ્ય- મધ્યપ્રદેશ)