આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગરના વનવિભાગના IFS અધિકારી મુકેશકુમાર એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપણે વૃક્ષ નહીં બનાવીએ તો મનુષ્યનું અસ્તિત્વ જોખમાશે. આ માટે સોશિયલ મીડિયાથી જાગૃતિ આવી શકે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ લાવવાનું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે એવું કોઈ મશીન નથી જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં પરિવર્તિત કરી શકે. આ કાર્ય માત્ર વૃક્ષો જ કરી શકે આથી વૃક્ષ વાવવા અત્યંત જરૂરી છે. ભારતમાં 21 ટકા વૃક્ષો છે ગુજરાતમાં ૧૧ ટકા અને પોરબંદરમાં 9 ટકા વૃક્ષો છે અને પ્રદૂષણ રોકવું હોય તો કુદરતે આપેલું આ સાદું ફિલ્ટર સિસ્ટમ છે.
આ તકે ઉપસ્થિત વનવિભાગના ડી.સી.એફ પંડ્યાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં100 કિલોમીટર જેટલો દરિયાકિનારો આવેલો છે અને હરિયાળી પ્રમાણમાં ઓછી છે. ગુજરાત સરકારના ઘનિષ્ઠ વનીકરણ કાર્યક્રમ અંતર્ગત 700 રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને પોરબંદરમાં આવેલી કુલ 12 નર્સરીઓમાં જુદી જુદી જાતના 7,30,000 રોપાઓનો ઉછેર કરવામાં આવેલ છે. આ રોપા પોરબંદરમાં શહેરમાં વોર્ડવાઇઝ તથા ગામડાઓમાં વૃક્ષ રથ દ્વારા વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વૃક્ષને જવાહર ચાવડાએ લીલી ઝંડી આપી રોપ વિતરણ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી સહિત જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા ,જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા તથા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને ગોઢાણિયા કોલેજ ની વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.