ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં અન્નબ્રહ્મ યોજના હેઠળ 1700 લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું - Porbandar

કોરોનાની મહામારીમાં જિલ્લામાં રેશનકાર્ડ વિહોણા 1700 લોકોને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ વિતરણ કરાયુ હતુ. વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ મળતા તેઓએ રાજ્ય સરકાર તથા જિલ્લા પુરવઠા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં અન્નબ્રહ્મ યોજના હેઠળ 1700 જેટલા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ

author img

By

Published : May 16, 2020, 12:01 PM IST

પોરબંદરઃ કોરોનાની મહામારીમાં જિલ્લામાં રેશનકાર્ડ વિહોણા 1700 લોકોને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ વિતરણ કરાયુ હતુ. વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ મળતા તેઓએ રાજ્ય સરકાર તથા જિલ્લા પુરવઠા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં અન્નબ્રહ્મ યોજના હેઠળ 1700 જેટલા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ
પોરબંદર જિલ્લામાં અન્નબ્રહ્મ યોજના હેઠળ 1700 જેટલા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ

જિલ્લામાં રેશનકાર્ડ વિહોણા 1700 જેટલા લોકોને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સંવેદનશીલ અભિગમથી અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ વિતરણ કરાયુ હતુ. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સ્થળ પર જઇને મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોનાં તથા અન્ય જિલ્લાઓના લાભાર્થીઓ તથા ઝૂંપડપટ્ટી વિસ્તારો, ફુટપાથ પર રહેતા પરિવારોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મળતા તેઓએ રાજ્ય સરકાર તથા જિલ્લા પુરવઠા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર ઉપરાંત રાણાવાવ, કૂતિયાણા, છાંયા તથા ગ્રામીણ વિસ્તારોમાં યાદી તૈયાર કરીને લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ હતુ.

છાંયાના નવાપરા વિસ્તારમાં રહેતા પરબતભાઇએ કહ્યુ કે, લોકડાઉનના કારણે ઘણા સમયથી કામ-ધંધો બંધ હતો પણ સરકાર દ્રારા વિનામૂલ્યે અનાજ વિતરણ કરાતા અમારો પરિવાર સરળતાથી ભર પેટ ભોજન કરી શકશે.

મધ્યપ્રદેશના વતની અને પોરબંદરના ગ્રામીણ વિસ્તારોમાં ખેત મજૂરી કરતા ધવલભાઇએ કહ્યુ, લોકડાઉનના કારણે કયારેક કામ મળે કયારેક બંધ રહે છે. જેથી ઘર ચલાવવું મુશ્કેલ હતું. પણ પોરબંદર જિલ્લા પુરવઠાની ટીમ દ્રારા રેશનની દુકાન પરથી મને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, એક કિલો દાળ, ખાંડ, નમક વિનામૂલ્યે સરકારે વિતરણ કરીને આ શ્રમિક પરિવારની ખરેખર ચિંતા કરીને અમારે સહારે આવી છે.

આ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે કહ્યુ કે, અન્નબ્રહ્મ યોજના હેઠળ જિલ્લાના 1700 જેટલા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ છે. તથા સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો કે જેઓ પાસે NFSA રેશનકાર્ડ નથી છતા તેઓ જરૂરીયાતમંદ હોય તેઓને NFSAમાં સામેલ કરીને આવતા મહિનેથી રેગ્યુલર અનાજનો જથ્થો મળતો રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. અને આ માટે કલેક્ટર ડી.એન.મોદીનું યોગ્ય માર્ગદર્શન મળી રહ્યુ છે.

જિલ્લા પુરવઠા તંત્રના અધિકારીઓ મામલતદાર સહિતના સ્ટાફ જુદા જુદા પછાત વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફૂટપાથ પર ફરીને સર્વે કરીને આવા લોકોને લાભ અપાવતા લોકોએ આ કામગીરીને આવકારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.