પોરબંદર : બાગાયત ખાતા દ્વારા વર્ષ 2020-21 માટે બાગાયતી ખેતીમાં પોલી પ્રોપીલીન કવર (વેજીટેબલ) ઘટક માટે પોરબંદર જિલ્લાના ખેડૂતો આઇખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
ઓનલાઇન અરજી કરી પ્રિન્ટ સાથે જરૂરી કાગળો 7-12, 8-અ, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક પાસબુકની નકલ, શાકભાજી વાવેતરનો તલાટી મંત્રીનો દાખલો સહિત કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન -2 સાંદિપની રોડ ખાતે પહોચાડવાના રહેશે. તેમજ વધુ જાણકારી માટે કચેરીના નં. 0286-2222656 પર ફોન કરવાનો રહેશે.