આ અંગે પોરબંદર તાલુકા કિસાન સંઘના પ્રમુખ હિતેષ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ એક મહિના અગાઉ મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારે વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ તમામ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, એવામાં સરકાર દ્વારા આ ખેતરોની કોઈ પ્રકારની મુલાકાત અથવા તો સર્વે પણ કરવામાં આવ્યો નથી.
ત્યારે ખેડૂતોની એવી માગ છે કે ,તાત્કાલિક ધોરણે સરકાર સજાગ બને અને ખેડૂતોની મુશ્કેલી સમજીને પાક સર્વે કરવામાં આવે તેમજ સહાય કરવામાં આવે તો ખેડૂતોને રાહત થશે.