- કોરોના સંક્રમણને અટકાવવાના નિયમો
- પોરબંદરની બંગડી બજારમાં ઉમટી ભીડ
- લોકો કોરોના પ્રત્યે સાવચેત થાય તે ખુબ જરુરી
પોરબંદર :કોરોનાની મહામારીના પગલે દેશભરમાં દહેશત ફેલાઈ છે. અનેક લોકોના આ મહામારીમાં મોત થયા છે.દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. લોકો દિવાળીને ખરીદી માટે બજારમાં ભીડ જામી છે. ત્યારે હજુ પણ લોકોને જાણે કોરોનાનો ભયનો હોય તેવા દર્શયો સામે આવ્યા હતા. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે ખુબ જ જરુરી છે.
કોરોના મહામારી અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ
ત્યારે લોકો કોરોના પ્રત્યે સાવચેત થાય તે ખુબ જરુરી છે.કોરોના મહામારી અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને એકબીજાથી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખવું ખુબ જ જરુરી છે.ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલ કોરોના સંક્રમણને અટકાવવાના નિયમોનું શુ ખરેખર પાલન કરે છે ? દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે જુઓ પોરબંદરની બંગડી બજારમાં આ અંગે લોકો શુ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો :