પોરબંદરઃ સોમવારે રાતથી ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
પોરબંદરના ઘેડ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઇ જવાની ફરિયાદ હોય છે. રવિવારે પડેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને પોરબંદરના એરડા ગામે જતા રસ્તા પર પણ પાણી ફરી વળતા એરડા ગામ પોરબંદર જિલ્લાથી વિખૂટું પડી ગયું છે. પોરબંદરના એરડા ગામથી નવાગામ અને કંડોળા જતો રસ્તો પાણીના કારણે સદંતર બંધ થયો છે. આથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.