પોરબંદરમાં શીતલા ચોક વિસ્તારમાં લોકોના ઘરમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પોરબંદરમાં કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયા તથા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર અને તાલુકા પ્રમુખ બચુભાઈ કુછડીયાએ આ બાબતે પાલિકા અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી.
તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી પોરબંદર શહેરની જનતાને બીમારીના ખાટલે પહોંચાડશે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરનું કામ નબળું થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ રામદેવ મોઢવાડીયાએ કર્યો હતો.