પોરબંદર મામલતદાર અર્જૂનભાઇ ચાવડા તથા તેમની ટીમે માધવપુર સાવન ટીંબા વિસ્તારમાં આવેલા લીઝ હોલ્ડર રાજુભાઇ કેશવાલા અને કુણાલભાઇ મોઢાની ખાણમાં દરોડો પાડી લીઝની પરવાનગી મુદ્દત પૂર્ણ થયેલ જે રીન્યુ ન કરી ખનન પ્રક્રિયા ચાલુ રાખતા હોવાથી મામલતદારએ 6 કટીંગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કલેકટરને જાણ કરી હતી. કલેકટરએ વધુ તપાસ માટે ખાણખનિજ શાખાને સ્થળ પર પહોંચી ધોરણસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત માધવપુરમાં ભરડા શેરી પર કરશન વિરા ડાકીની ખાણમાં મામલતદારે દરોડો પાડીને લીઝ માટે મળેલી પરવાનગી હુકમ પૂર્ણ થયેલો જણાયો જે રીન્યુ કરાયો ન હતો. ઉપરાંત લીઝથી વધુ વિસ્તાર જમીનમાં ખનન થતું હોવાનું જણાઇ આવતા કલેકટર, અધિક કલેકટર તથા નાયબ કલેકટરને જાણ કરી તેઓની સુચનાથી આ અંગે આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી.કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર ખાણ માફિયાઓ પર ત્રાટકી રહ્યું છે. વહીવટી તંત્રની આ કામગીરીથી ભૂમાફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.