ETV Bharat / state

રાણાવાવમાં ઢોંગી જ્યોતિષનો પર્દાફાશ, દેવુ ચૂકવવા બન્યો જ્યોતિષ - રાણાવાવમાં ઢોંગી જ્યોતિષનો પર્દાફાશ

પોરબંદર: શહેરના રાણાવાવ ગામમાં બુધવારે વિજ્ઞાન જાથા(અંધશ્રદ્ધા વિરોધી ચળવળ માટેની સંસ્થા)એ એક ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. આ ઢોંગી રાજસ્થાનનો વતની છે અને પોતાને કાલભૈરવ મસાણીયા જ્યોતિષ તરીકે ઓળખાવતો હતો. ઢોંગીએ છપાવેલી પત્રીકાઓમાં દાવો કર્યો હતો કે, તે શત્રુનાશ, વિદેશ ભ્રમણ, ઘરકંકાસ, કોઈનું કરેલું, દુકાન મકાન ફેક્ટરીનું કરેલું, દુઃખી પતિ-પત્ની, લોટરી, વશીકરણ સહિત કોઈપણ સમસ્યાનો ઉકેલ ધરાવે છે. બુધવારે વિજ્ઞાન જાથાએ ઢોંગીનો પર્દાફાશ કર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

ઢોંગી જ્યોતિષનો પર્દાફાશ
author img

By

Published : Oct 9, 2019, 6:14 PM IST

પોરબંદરના રાણાવાવમાં આવેલ દાસારામ એપાર્ટમેન્ટ રૂમ નંબર 203માં છેલ્લા ત્રણ મહિનાથી પરપ્રાંતિય કાલભૈરવ મસાણી જ્યોતિષના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. જેમાં, દુઃખી લોકો પાસેથી વિધિના નામે 500 રૂપિયાથી 31 હજાર રૂપિયા પડાવતો હતો.

રાણાવાવમાં ઢોંગી જ્યોતિષનો પર્દાફાશ, દેવું ચૂકવવા બન્યો જ્યોતિષ

પંથકના અનેક લોકો ઢોંગી જ્યોતિષ પાસેથી છેતરાયા હોવાનું અવાર-નવાર બહાર આવતું હોય છે. એવામાં બુધવારે એક જાગૃત નાગરિકે છટકું ગોઠવ્યું હતું અને તેના નિવારણ માટે આ ઢોંગી જ્યોતિષે 21000 રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. અને અંતે સાડા છ હજારમાં વિધિ કરવામાં માટે ઢોંગી તૈયાર થયો હતો. ચાલુ વિધિ દરમિયાન વિજ્ઞાનજાથાની ટીમ, રાણાવાવ પોલીસ, અને મીડિયા સામે તેનો પર્દાફાશ થયો હતો.

રાજસ્થાનના ઢોંગી જ્યોતિષ દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, તેના પર 8 લાખનું દેવું છે અને માટે આ ધંધો શરૂ કર્યો હતો. પાંચ ચોપડી પાસ આ જ્યોતિષ લાખોની કમાણી કરતો હતો. પરંતુ, બીજાના દુઃખ દૂર કરવાના ગોરખ ધંધા શરૂ કરનાર બુધવારે પોતે જ સંકટમાં ફસાયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ વિનંતી કરી હતી કે, ગુજરાતમાં અનેક પરપ્રાંતિય પત્રિકાઓ છપાવે છે અને જ્યોતિષના નામે અનેક લોકોને લૂંટે છે. માટે લોકો જાગૃત થાય અને આવા ઢોંગી જ્યોતિષમાં ન પડે.

Intro:રાણાવાવમાં મસાણીયા જ્યોતિષના નામે રૂપિયા પડાવતા શખ્સનો વિજ્ઞાનજાથાએ કર્યો પર્દાફાશ

શત્રુનાશ વિદેશ ભ્રમણ ઘરકંકાસ કોઈનું કરેલું દુકાન મકાન ફેક્ટરીને કરેલું સંશોધન દુઃખ પતિ-પત્ની લોટરી વશીભૂત સહિત કોઈપણ સમસ્યાનો ઉકેલ કાલભૈરવ મસાણીયા જ્યોતિષ તરીકે પત્રિકા છપાવી રાણાવાવમાં રાજસ્થાનના એક શખ્સે છેલ્લા ત્રણ મહિનાથી લોકોને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો હતો પરંતુ આજે વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આ ધતિંગ બાજને પોલીસને હવાલે કરાયો હતો

Body:પોરબંદરના રાણાવાવમાં આવેલ દાસારામ એપાર્ટમેન્ટ રૂમ નંબર 203 માં છેલ્લા ત્રણ મહિનાથી પરપ્રાંતિય જ્યોતિષી કાલભૈરવ મસાણી જ્યોતિષના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો જેમાં દુઃખી લોકો પાસેથી 500 થી રૂપિયા ૩૧ હજાર સુધીની વિધિના થી વસુલ કરેલ છે અને સીધા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા કુરિયર થી રૂપિયા મોકલવા અને રૂબરૂ રોકડા રકમનો સ્વીકાર કરીને કરે છે તેવું જાણવામાં આવ્યું છે તો પોરબંદર પંથકના અનેક લોકો જ્યોતિષ કાર પાસેથી છેતરાયા હોવાનું બહાર આવ્યું છે પરંતુ આજે એક જાગૃત નાગરિકે છટકું ગોઠવ્યું હતું અને તેના નિવારણ માટે આ ઢોંગી રાજસ્થાનના બિયાવર જિલ્લાના દિલીપ તેજમલ જોષીએ 21000 રૂપિયા થશે તેમ જણાવ્યું હતું અને અંતે સાડા છ હજાર માં વિધિ કરવામાં માની ગયો હતો જ્યારે આ વિધિ ચાલુ હતી તે દરમિયાન જ વિજ્ઞાનજાથા ની ટીમ રાણાવાવ પોલીસની ટીમ સાથે રાખી હતી અને મીડિયા સામે તેનો પર્દાફાશ થયો હતો

Conclusion:રાજસ્થાનના ઢોંગી જ્યોતિષ કાર દિલીપ જોષીએ જણાવ્યું હતું કે તેના પર ૮ લાખનો કરજો હોય આ માટે તેને આ ધંધો શરૂ કર્યો હતો પાંચ ચોપડી પાસ આ જ્યોતિષ કાર લાખોની કમાણી માં રમતા હતા પરંતુ બીજાના દુઃખ દૂર કરવા ના ગોરખ ધંધા શરૂ કરતાં આજે પોતે જ સંકટમાં ફસાયો છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક પરપ્રાંતીઓ પત્રિકાઓ છપાવે છે અને જ્યોતિષના નામે અનેક લોકો મેં લૂટે છે આથી લોકો જાગૃત થાય અને આવા ધતિંગ બાદ જ્યોતિ શોમાં ન પડે તેમ જણાવ્યું હતું જ્યોતિષ કાર દિલીપ જોશી તથા તેને મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી શું ઢોંગી જ્યોતિષકારે મીડિયા સમક્ષ હવે પછી આવા લોકોના છેતરવાના ધંધા નહીં કરે તેમ જણાવ્યું હતું

બાઈટ જયંત પંડયા( વિજ્ઞાન જાથા)

બાઈટ સામત કદાવાલા (ભોગબનનાર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.