- સુદામાનગરીમાં ધર્મસભા યોજાઈ
- પોરબંદરની ભૂમિ સંતોના આગમનથી આધ્યાત્મિક બની
- ગધેથડ આશ્રમના સંત લાલબાપુએ ધર્મનું મહત્વ સમજાવ્યું
- કથાકાર રમેશ ઓઝાએ સ્વામી વિવેકાનંદનું દ્રષ્ટાંત આપ્યુ
પોરબંદર: સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીની જન્મ ભૂમિ અને સુદામાની કર્મભૂમિ પોરબંદર (Sudamanagari) માં રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર દ્વારા પોરબંદરમાં રાજવી પાર્ટી પ્લોટમાં ગુરુવારે સાંજે ધર્મસભા (Dharmasabha) યોજાઈ હતી. જેમાં સુપ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા અને ગધેથડ આશ્રમના સંત લાલબાપુએ લોકોને ધાર્મિક પ્રવચન આપી ધર્મનું મહત્વ સમજાવ્યું હતું.
આ પણ વાંચો: રાયખડના ચર્ચમાં ગુડ ફ્રાઈડે નિમિતે લાઈવ ધર્મસભા કરાઈ
વિવિધ સમાજના જ્ઞાતિજનો તથા સામજિક અગ્રણીઓએ સંતોનું અભિવાદન કર્યું
પોરબંદર (Sudamanagari) ના આંગણે પધારેલા ગધેથડ આશ્રમના લાલબાપુ અને રમેશ ઓઝાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાકાર રમેશ ઓઝાએ સ્વામી વિવેકાનંદનું દ્રષ્ટાંત આપ્યું હતું અને ધર્મનું મહત્વ સમજાવ્યુ હતું. જ્યારે ગધેથડ આશ્રમના લાલબાપુએ ધર્મસભા સંબોધતા જણાવ્યુ હતું કે, મંદિરમાં દર્શન કરવા સમયે આંખો બંધ નહિ પણ ખુલી રાખી અંતરથી દર્શન કરો. મનુષ્યએ બનાવેલા મોબાઈલમાં ફોટો પાડવાથી તેમાં સદાયને સચવાય છે. એમ તમારા આત્મરૂપી મોબાઈલમાં ફોટા પાડો અને દર્શન કરી આત્મામાં ભગવાનના દિવ્ય દર્શનની અનુભૂતિ કરો.
![સુદામાનગરીમાં ધર્મસભા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-dhrmsbha-10018_29102021110826_2910f_1635485906_835.jpg)
આ પણ વાંચો: ભાવનગર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત, હેલિકોપ્ટરમાં મોરારી બાપુને મળવા પહોંચ્યા
રાજપૂત સમાજના રાજભા જેઠવાનું અભિવાદન કરવામાં આવ્યું
આ ઉપરાંત મહાદેવના મંદિરમાં રાખવામાં આવેલો ટકોરો, પોઠીયો અને કાચબો તથા નાગ રાખવામાં આવ્યા છે તેનું મહત્વ સમજાવ્યું હતું. પોરબંદર (Sudamanagari) માં રાજપૂત સમાજના રાજભા જેઠવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
![સુદામાનગરીમાં ધર્મસભા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-dhrmsbha-10018_29102021110826_2910f_1635485906_619.jpg)