- શ્રી પુતીઆઈમાંના દેવલોક ગમનથી મહેર સમાજ સહિત અનેક સેવકોમાં દુઃખની લાગણી ફેલાઇ
- કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારની ગાઈડલાઈન અનુસાર નેરાણા ગામે કોઈ ભક્તોએ ન આવવા કરાઇ અપીલ
- પૂજ્ય પુતીઆઈમાના અંતિમ દર્શન મોકૂફ રાખવામાં આવ્યા
પોરબંદરઃ નેરાણા સોનલધામમાં પરમ વંદનીય પુતીઆઇએ ભક્તિ, શક્તિ અને આરાધનાનો અલખ જગાડ્યો હતો. તેઓને મઢડાના સોનલમાંના આશીર્વાદ મળ્યા હતા અને ત્યારબાદ નેરાણા સોનલધામ ખાતે છેલ્લા અનેક દાયકાથી ભક્તિ, સત્સંગ અને ભોજનના માધ્યમથી સેવાનો આહલેક જગાવ્યો હતો. અનેક લોકો પૂજ્ય પુતીઆઈમાંના દર્શન માટે આવતા અને સેવકો તેમના આશીર્વાદથી વ્યસન મુક્તિ તથા સતકર્મ અને ધર્મના માર્ગે વળ્યા હતા. દેશ-વિદેશમાં વસતા અનેક સેવકોમાં પણ શોકની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચોઃ પદ્મ શ્રી ડો. શાંતિ જૈનનું પટનામાં થયું અવસાન
પૂજ્ય પુતીઆઈના પાર્થિવ દેહને અમદાવાદથી પોરબંદરના નેરાણા ખાતે લાવવામાં આવશે
પૂજ્ય પુતીઆઈના પાર્થિવ દેહને અમદાવાદથી પોરબંદરના નેરાણા ખાતે લાવવામાં આવશે અને આવતી કાલે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવશે. કોરોના મહામારીના પગલે અંતિમ દર્શન રાખવામાં આવ્યા નથી અને કોરોનાની ગાઈડલાઈન મુજબ સેવકોએ નેરાણા ગામમાં આવવું નહિ, તેવી સેવકોને મહેરના અગ્રણી સામતભાઈ ઓડેદરાએ અપીલ કરી છે.
આ પણ વાંચોઃ શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાથી નિધન, યોગમાં હતા શ્રેષ્ઠ
મહેર સમાજના આગેવાનોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
પૂજ્ય પુતીઆઇમાંના દેવલોકના સમાચાર પ્રાપ્ત થતા રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના મહેર સમાજના આગેવાનોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.