પોરબંદર: ભારતીય સંસ્કૃતિ મુજબ નારીનું પૂજન થાય છે અને નારીઓને દેવી સમાન ગણવામાં આવે છે. પરંતુ દેશભરમાં ઘણા એવા બનાવ બને છે કે જેમા દીકરી જન્મે તે પહેલાં ભૃણ હત્યા કરી દીકરીને મારી નાંખવામાં આવે છે, તો ઘણા એવા પણ પરિવારો છે જેના ઘરમાં દીકરીઓની સંખ્યા વધુ હોય છે. જે દીકરીઓ આજે દીકરા સમાન બની પરિવારને પડખે ઉભી છે. ત્યારે પોરબંદરના કુછડી ગામના એક પરિવારમાં સાત દીકરીઓ છે; છતા મજૂરી કામ કરી દીકરીઓ આજે પરિવારનું ગુજરાન ચલાવે છે.
કુછડી ગામના ગ્રામજન જણાવ્યું હતું કે, લોકો અપૂરતી માહિતીના અભાવે યોજનાના લાભથી વંચિત રહી જાય છે અને વધુ દીકરીવાળા આવા પરિવારોનો જો સર્વે કરવામાં આવે અને પરિવાર સુધી યોગ્ય સહાય આપવામાં આવે તો આ દીકરીઓ પણ આગળ વધી શકે તેમ છે.