જામનગર : જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કાળા ડીબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન શરૂ થતા માર્ગો ઉપર કર્ફ્યુ જેવા માહોલ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદની થઈ એન્ટ્રી થઇ છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ અને પવનને લીધે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે.
-
Cyclone Alert for Saurashtra and Kutch Coast: Orange Message. ESCS BIPARJOY lay at 1130IST today, about 420km SSW of Jakhau Port. To cross near Jakhau Port (Gujarat) by noon of 15th June as VSCS. @WMO @moesgoi @DDNewslive @airnewsalerts pic.twitter.com/dIhjJse1bZ
— India Meteorological Department (@Indiametdept) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cyclone Alert for Saurashtra and Kutch Coast: Orange Message. ESCS BIPARJOY lay at 1130IST today, about 420km SSW of Jakhau Port. To cross near Jakhau Port (Gujarat) by noon of 15th June as VSCS. @WMO @moesgoi @DDNewslive @airnewsalerts pic.twitter.com/dIhjJse1bZ
— India Meteorological Department (@Indiametdept) June 12, 2023Cyclone Alert for Saurashtra and Kutch Coast: Orange Message. ESCS BIPARJOY lay at 1130IST today, about 420km SSW of Jakhau Port. To cross near Jakhau Port (Gujarat) by noon of 15th June as VSCS. @WMO @moesgoi @DDNewslive @airnewsalerts pic.twitter.com/dIhjJse1bZ
— India Meteorological Department (@Indiametdept) June 12, 2023
બિપરજોય વાવાઝોડાને અનુસંધાને બેઠક : રાજ્યના કૃષિ અને રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડાને અનુસંધાને જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પી.જી.વી.સી.એલના અધિકારીઓ સાથે બેઠક યોજીને સંભવતઃ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી.
-
#WATCH | Navsari, Gujarat: Effect of cyclone 'Biparjoy' seen as strong winds & high tides hit Gujarat coast. pic.twitter.com/4QOIh5kZMz
— ANI (@ANI) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Navsari, Gujarat: Effect of cyclone 'Biparjoy' seen as strong winds & high tides hit Gujarat coast. pic.twitter.com/4QOIh5kZMz
— ANI (@ANI) June 12, 2023#WATCH | Navsari, Gujarat: Effect of cyclone 'Biparjoy' seen as strong winds & high tides hit Gujarat coast. pic.twitter.com/4QOIh5kZMz
— ANI (@ANI) June 12, 2023
રાજકોટમાં ઘીમી ધારે વરસાદ થયો શરુ : ઉપલેટા તાલુકાના ધોરાજીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધોરાજી ઉપલેટામાં બપોરના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારે વરસાદ પડવાનુ શરૂ થયું છે. આકાશમા કાળા ડીંબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અચાનક વાતાવરણ મા પલટો આવતા લોકો પણ પોતાના ધરની બહાર નિકળી ગયા છે. ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને લોકો વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.
જામનગરમાં પ્રધાનોની બેઠક યોજાઇ : જામનગરમાં પ્રધાન મુળું ભાઇ બેરાએ કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સંભવિત વાવાઝોડાને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. આર્મી, નેવી,એરફોર્સને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લાની જવાબદારી તમામ અધિકારીઓને સોંપવામાં આવી છે. બિપરજોયને લઇને તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે.
પોરબંદર/ કચ્છઃ તારીખ 12મી જૂન 2023ના રોજ હવામાન ખાતાએ જાહેર કરેલા બુલેટિનને આધારે પૂર્વમધ્ય અને અડીને આવેલા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અથડાઈ શકે છે. જેને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના કુલ છ જિલ્લાઓમાં વાવાઝોડાને પગલે પ્રવેશોત્સવ રદ્દ કરી દેવામાં આવ્યો છે. શાળાના આચાર્યોને સત્તા આપવામાં આવી છે કે, તેઓ જિલ્લાની સ્થિતિને ધ્યાને લઈને શાળાઓમાં રજા અંગે નિર્ણય લઈ શકે. છેલ્લા 6-કલાક દરમિયાન 05 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ક્યાંથી કેટલું અંતરઃ પોરબંદરથી લગભગ 340 કિમી દક્ષિણપશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 380 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, જખૌ બંદરથી 460 કિમી દક્ષિણે, 470 કિમી દક્ષિણ-દક્ષિણ અને નલિયાથી 470 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કરાચી તરફ જઈ રહ્યું છે. તે 14મી એ સવાર સુધીમાં લગભગ ઉત્તર તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને તારીખ 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરીને 15મી જૂનની બપોર સુધીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ જિલ્લાને અસરઃ એ પછી તે ગુજરાતના માંડવી, નલિયા, દ્વારકા, જામનગર તથા પોરબંદરને અસર કરી શકે છે. વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. દરેેક જિલ્લાના ક્લેક્ટર સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. રાઉન્ડ ક્લોક રીપોર્ટ તૈયાર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ ઉપર મોજા ઉછળી રહ્યા છે.
144ની કલમ લાગુઃ કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વાવાઝોડા બિપરજોયને લઇ કલમ 144 લાગુ કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. તારીખ 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે. એવું કચ્છ જિલ્લા ક્લેકટરે એક યાદીમાં જણાવ્યું હતું.
બનાસકાંઠામાં એલર્ટઃ બીપોરજોય વાવાઝોડાને લઈને બનાસકાંઠા તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. પાલનપુર ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સૂચના આપવામાં આવી હતી.
દ્વારકામાં રેડ એલર્ટઃ બિપરજોય વાવાઝોડાના પગલે 15 જૂને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં 125 થી 135 કિમીની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા ઉછળી શકે એમ છે. તારીખ 15 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી તમામ સ્કૂલો માં 2 દિવસ ની રજા જાહેર કરવામાં આવી છે. નીચાણ વાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું.
ગીર સોમનાથઃ વાવાઝોડાના ખતરાને પગલે ગીર સોમનાથ પોલીસે મૂળ દ્વારકા બંદર પર સ્થળાતર અભિયાન હાથ ધર્યું છે. દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી શરૂ કરી દેવાઈ છે. ગીર સોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મૂકવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતઃ બીપરજોય વાવાઝોડાની અસર સુરતમાં જોવા મળી છે. સુવાલીનો દરિયો બન્યો ગાંડો થયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. દરિયામાં એક પ્રકારનો કરંટ જોવા મળ્યો છે. દરિયાઈ મોજા 6 થી 7 ફૂટ ઉછળી રહ્યા છે. વાતાવરણમાં પણ સામાન્ય દિવસો કરતા મોટો ફેરફાર જોવા મળ્યો છે.
ભાવનગર: ભાવનગરના કોળિયાક અને કુંડાનો કિનારો બંધ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે આ નિર્ણય લેવાયો છે. રવિવારે રાત્રિથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રવિવારથી ભારે પવન યથાવત પણ ક્યાંય વરસાદ જોવા મળ્યો નથી.
વિનાશકારી ગતિઃ ચક્રવાત બિપરજોય વિનાશક ગતિથી આગળ વધી રહ્યું છે. એસ્ટ્રિમલી સિવિયર સાયક્લોનમાં ફેરવાયા બાદ આગળ વધવાની ઝડપમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. કચ્છ અને જૌખ બાજુ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ખાસ બુલેટિન અનુસાર તારીખ 14 સુધીમાં તે ઉત્તર દિશા બાજુ આગળ વધી શકે છે. તારીખ 15 જૂનના રોજ વાવાઝોડું કચ્છને ટકરાઈ શકે. 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તીવ્ર ચક્રવાત વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ શકે છે.
રાજકીય કાર્યક્રમ પર બ્રેકઃ તમામ જનસભા મોકુંફ રાખવામાં આવી છે. જનતાની મદદ કરવા માટે કાર્યકર્તાઓને ભાજનો આદેશ દેવાયો છે. વાવાઝોડાને કારણે ભાજપના તમામ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યા છે. 9 સાલ બેમિલાસ અંતર્ગત ભાજપ સરકારની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. તારીખ 15 જૂન સુધીની તમામ જન સભા મોકુંફ રાખાઈ છે. રાજકીય કાર્યક્રમ પર વાવાઝોડાની અસર જોવા મળી છે.
ભારે પવન શરૂઃ જ્યારે પોરબંદર અને દ્વારકામાં પણ દિવસભર ભારે પવન ફૂંકાયો હતો. દરિયાનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું. વાવાઝોડાને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના દસ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સુરક્ષામાં વધારા સાથે NDRFની ટુકડીઓને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી કચ્છ જિલ્લાના માંડવી બીચ, અબડાસાના 19-19 ગામોને હાઈ-એલર્ટ કરાયા છે. માંડવી-જખૌમાં SDRFની 2 ટીમ સ્ટેન્ડબાયમાં મૂકી દેવામાં આવી છે. જ્યારે પ્રવાસીઓ માટે માંડવી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.
પ્રધાનોને જવાબદારીઃ આ વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ અનુસાર સોમવારે તે દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં જોવા મળ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. કચ્છ જિલ્લામાં ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.