- સરકારી વેબસાઈટના ભળતા નામથી જ થઈ રહ્યું છે રાષ્ટ્રવ્યાપી સાઇબર ક્રાઇમ
- સામાન્ય રૂપિયા હોવાથી લોકો ટાળે છે ફરિયાદ કરવાનું
- સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી ભેજા બાજ લોકો રૂપિયા પડાવી લે છે
પોરબંદરઃ સાઇબર ક્રાઇમના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે પોરબંદરમાં વેતાળ અલ્પેશભાઈને પોતાનો બીઝનેસ ચલાવવા માટે સરકારના MSME પ્રોજેક્ટ હેઠળ પોતાના ધંધાનું રજિસ્ટ્રેશન કરાવવું હતું.
તેઓ પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યાં
તેથી તેઓએ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ તેઓ પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યાં હતા અને રૂપિયા 1948 માંગવામાં આવ્યા હતા. અલ્પેશભાઈ તે ભરી દીધા હતા.
અનેક લોકો પાસેથી આવાં ભેજાબાજ લોકો પૈસા પડાવી લે છે
થોડા દિવસો બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા અધિકારીઓ પાસેથી માલુમ પડ્યું હતું કે, આ પ્રોસેસના કોઈ ચાર્જ લેવામાં આવતા નથી અને તેઓએ જે વેબસાઇટથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે સરકારની વેબસાઈટ ન હતી આમ અનેક લોકો પાસેથી આવાં ભેજાબાજ લોકો પૈસા પડાવી લે છે.