પોરબંદરના મીંયાણી ગામે રહેતા એક મજુર પરિવારની એક 18 વર્ષની એક યુવતીને તબિતય લથડતા તેને સારવાર અર્થે 24 એપ્રિલના રોજ ભાવસિંહજી સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ત્યારે તબીબ દ્વારા ચેક યુવતીનું ચેકઅપ કરાતા આ યુવતી સગર્ભા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોરબંદરની સરકારી લેડી હૉસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવી હતી. આ યુવતી અપરિણીત અને સગર્ભા હતી. જેથી તેની જાણ પરિવારને કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુવતિએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,
યુવતીને પોતાનો પિતરાઇ ભાઇ ગામની બાજુમાં જ તેના તેને લગ્ન માટે છોકરો બતાવવા લઈ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ અવાર-નવાર તેનો પિતરાઈ ભાઈ આ યુવતીના ઘરે જતો અને ઘરે કોઈ ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. જેને પગલે આ યુવતીને ગર્ભવતી થઇ હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા આરોપી વિરૂદ્ધ અટેમ્પ ટુ રેપ તેમજ પોસ્કોની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.