જેમાં કોઇપણ વ્યકિતને ફિક્સ જગ્યાએ ઉભા રહેવાનો અને કાયમી રીતે જગ્યા પચાવી પાડવાનો કોઇ અધિકાર નથી અને કાયદા મુજબ પણ કોઇપણ રેકડી હરતી-ફરતી રાખવી ફરજીયાત છે અને તે સબંધે વિગતવાર જવાબ રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં તે સંબંધે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં રેકડી ધારકને ફિકસ જગ્યાએ ઉભવાનો કાયદામાં કયાંય, હક, અધિકાર આપવામાં આવેલો નથી. અને તે સંબંધે ગુજરાત હાઇકોર્ટની તથા નામ, સુપ્રીમ કોર્ટની અલગ-અલગ ઓથોરીટીઓ રજુ કરતા અને જાહેર હિતમાં નગરપાલીકાને કોઇપણ રેકડી હટાવવાનો કે કોઇ જગ્યાએ ઉભી રાખવા ન દેવાનો ધારણીય હક્ક હોવાનું જણાવતાં અને તે સંબંધેની વિગતવાર દલીલો કરવામાં આવી હતી.
પોરબંદરના પ્રિન્સીપાલ સીનીયર સિવીલ જજ મનસુર દ્વારા રેકર્ડ ઉપરની તકરાર તથા કાયદાકીય જોગવાઇઓ ધ્યાને લઇ રેકડી ધારકોની મનાઇ હુકમની અરજી રદ કરવામાં આવી હતી. તે રીતે નગરપાલીકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોઇપણ રેકડી નડતર રૂપ હોય તો ઉપડાવી લેવાનો અને કોઇપણ રેકડીને એક જ જગ્યાએ ઉભી રાખવાનો હકક ન હોવાનું જણાવી સીમા ચિન્હ રૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો.