પોરબંદરઃ જિલ્લા આરોગ્ય વિભાગ દરરોજ કોરોના મીડિયા અહેવાલ મારફતે કોરોનાના દર્દીઓની વિગતો આપે છે. જેમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 544 હતો. જ્યારે તારીખ 13ના રોજ 2 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 546 થાય છે, જેના બદલે તંત્ર દ્વારા 548 કુલ કેસ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ અંગે હોસ્પિટલના તંત્રને જાણ કરતાં તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 2 કેસ નોંધાયા હતા. ત્યારે હવે કુલ આંકડો 548 જ દર્શાવવામાં આવ્યો છે, આમ સ્પષ્ટપણે જણાય છે કે, તંત્ર દ્વારા આ સુધારો કરવામાં આવ્યો છે.
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 548
- કુલ ડિસ્ચાર્જ - 470
- કુલ સક્રિય કેસ - 29
- કુલ મૃત્યુ - 49
પોરબંદરમાં સોમવારે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 548 થઈ છે. પોરબંદરના નવીબંદરમાં રહેતા 55 વર્ષીય પુરૂષ તથા ઇશ્વરિયા ગામે રહેતી એક 76 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારના રોજ કુલ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. આથી કોરોનાના કારણે અત્યાર સુધીમાં 49 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 29 દર્દી છે. જેમાં 27 આઇસોલેશન વોર્ડ ખાતે તથા 01 દર્દીને હોમ આઇસોલેશન ખાતે રાખવામાં આવ્યો છે.