પોરબંદરઃ શહેરના બંદર રોડ પર રહેતા 34 વર્ષના પુરુષન, નવા કુંભારવાડામાં રહેતા 32 વર્ષના મહિલા,છાયામાં રહેતા 70 વર્ષના મહિલા,ધરમપુર રહેતા 59 વર્ષના પુરુષન, કુતિયાણાના કડેગી ગામે રહેતા 50 વર્ષના મહિલા, પોરબંદર સોની બજારમાં રહેતા 67 વર્ષના પુરુષન, ભોજેશ્વર પ્લોટમાં રહેતા 64 વર્ષના પુરુષન, કુતિયાણા ગામે રહેતા 23 વર્ષના મહિલાન અને પોરબંદરના ખાપટમાં રહેતા 46 વર્ષના મહિલાને તથા ઇન્દ્રપ્રસ્થ વિલામાં રહેતા 47 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજરોજ પોરબંદર જિલ્લા માંથી 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 41 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 20કોવિડ કેર સેન્ટર ખાતે 01 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 14 અન્ય જિલ્લા ખાતે કરેલ હોમ આઇસોલેશન 05 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.