ઉત્તરપ્રદેશમાં આવેલા સોનભદ્ર ગામમાં થયેલી નરસંહારમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જેથી મૃતકોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસના સચિવ પ્રિયંકા ગાંધી જઇ રહ્યા હતા. જેઓને મિર્ઝાપુર વારાણસીમાં વચ્ચે જ રોકવામાં આવ્યા હતા. જેને પગલે પ્રિયંકા ગાંધીને મૃતકોના પરિવારજનોને મળવા ન દેતા તેમને ધરણા યોજ્યા હતા. જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી.
ઉત્તપ્રદેશ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિયંકા ગાંધીની અટકાયતના પગલે ગુજરાતમાં પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણા યોજવામાં આવ્યા હતા. તો આ સાથે જ ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. તેમજ કોંગ્રસ દ્વારા 'પ્રિયંકાજી હમ તુમ્હારે સાથ હે' ના બેનરો પણ હાથમાં રાખી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.