ETV Bharat / state

પોરબંદરમાં કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ, કહ્યું નવો કૃષિ કાયદો રદ કરો નહીં તો.... - કોંગ્રેસ કાર્યકર્તા

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ વિરોધના પડઘાં પોરબંદરમાં પડ્યા છે. પોરબંદરમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ રેલીમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું. જોકે સમગ્ર વિરોધ દરમિયાન પોલીસે 30થી વધારે કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.

પોરબંદરમાં કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ, કહ્યું નવો કૃષિ કાયદો રદ કરો નહીં તો....

author img

By

Published : Dec 4, 2020, 2:29 PM IST

  • ખેડૂત વિરોધી કાયદા રદ કરવા પોરબંદર કોંગ્રેસે ટ્રેકટર રેલી યોજી વિરોધ કર્યો
  • અર્જુન મોઢવાડિયાએ પણ રેલીમાં ટ્રેકટર ચલાવી દર્શાવ્યો વિરોધ
  • સુદામા ચોકથી નાના ફુવારા સુધી યોજાઈ ટ્રેકટર રેલી
  • પોલીસે 30 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની કરી અટકાયત

પોરબંદરઃ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત નવો કાયદો પાછળ ખેંચવા અને રદ કરવાની માગ સાથે દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેના સમર્થનમાં આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેકટર રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં અર્જૂન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને એક આવેદન પત્ર પાઠવ્યું છે, જેમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવા કોંગ્રેસ નેતા અર્જુન ભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું

પોરબંદરમાં કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ
મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખીને દેશની હરિયાળી ક્રાંતિને ખતમ કરવાનું ષડ્યંત્ર

દેશભરમાં આ કૃષિ સંબંધીત કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના અન્નદાતા અને ભાગ્યવિધાતા કિસાન અને ખેત મજૂરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખીને દેશમાં હરિયાળી ક્રાંતિને ખતમ કરવાનું એક ષડયંત્ર હોવાનું અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

30 જેટલા કાર્યકર્તાઓની અટકાયત
પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સુદામા ચોકથી નાના ફુવારા સુધી ટ્રેકટર રેલી પહોંચી ત્યારે પોરબંદર પોલીસ દ્વારા 30 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.