જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ આડેદરા, રામદેભાઇ મોઢવાડિયા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને અસલમ ખોખર વગેરેએ SPને એવી રજુઆત કરી હતી કે, કુતિયાણા હાઇ-વે ઉપર અજમત ખોખરની નોનવેજની રેકડી ઉપર કોંગી કાર્યકર અને NSUIના પ્રમુખ તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે કુતિયાણા નગરપાલિકા પ્રમુખના પુત્રો સહિત 16 જેટલા શખ્સોએ હુમલો કરીને ફાયરીગ કર્યુ હતું.
તે બનાવમાં કુતિયાણા પોલીસે બનાવના 3 દિવસ બાદ માત્ર 9 શખ્સોને પકડ્યા છે. મુખ્ય આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. પોરબંદર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વકરી છે તેમ જણાવી કોંગી કાર્યકરો ઉપર થયેલા હુમલામાં આરોપીઓ સામે હથિયારધારાની કલમો અને જીવલેણ હુમલા બાબતે કલમો લગાડીને કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ હતી.