પોરબંદર : પોરબંદરના માધવપુર મેળા (Madhavpur Fair 2022) 13મી એપ્રિલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મેળાના ત્રીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગ-પર્વમાં ભાવિકો ભગવાન શ્રી કૃષ્ણની જાન યાત્રામાં (Krishna Rukshmani Wedding in Madhavpur) જોડાઇ ધન્યતાની લાગણી અનુભવી હતી. માધવપુરના માધવરાયના નીજ મંદિરેથી આજે ચૈત્ર સુદ બારસના ભગવાન શ્રી કૃષ્ણની જાન મધુવનમાં ગઇ હતી. ભગવાન માધવરાયના જયઘોષ અને અબીલ-ગુલાલના રંગોત્સવ વચ્ચે શ્રદ્ધામય વાતાવરણમાં મુખ્યપ્રધાનએ ભગવાનશ્રી કૃષ્ણના પ્રસંગમાં પરંપરાથી ઉજવાતા ઉત્સવમાં જોડાઈ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
"મેળો ભારતને ઉજાગર કરે છે" - મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, માધવપુર મેળો (Madhavpur Mela 2022) ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ પ્રસંગ પર્વનો પરંપરાગત મેળો હોવાની સાથે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને ઉજાગર કરે છે.રાણી રૂક્ષમણી ભારતના ઉત્તર પૂર્વીય હતા. ભગવાનશ્રી કૃષ્ણ રૂક્ષમણીજીને ગુજરાતના દરિયા કાંઠે માધવપુરમાં પધારી (Marriage of Krishna Rukshmani Madhavpur) લગ્ન કર્યા હતા. આ હજારો વર્ષોની પરંપરા માધવપુરમાં ભગવાનના લગ્નને પ્રસંગ તરીકે ઉજવી દર વર્ષે લોકમેળો ઉજવાય છે. આ લોકમેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક જોડાણથી રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક વિરાસત બન્યો છે.
આ પણ વાંચો : CR Patil In Madhavpur Fair: શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ, માફી માંગવા કહ્યું
"3 હજાર કિમી વચ્ચે સંસ્કૃતિ એક તાંતણે" - આસામના મુખ્યપ્રધાન ડૉ.હેમંત બિસ્વા શર્માએ જણાવ્યુ હતુ કે, આસામ અને ગુજરાત વચ્ચે 3 હજાર કિમીનું ભલે અંતર હોય, પરંતુ બંને રાજ્ય સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રાચીન સાહિત્ય અને કથાઓમાં એક તાંતણે બંધાયેલા છે. ઉત્તર-પૂર્વની રાજકુમારી રૂક્ષમણીના લગ્ન (CM of Assam at Madhavpur Fair) માધવપુરમાં થયા તે આ બંને સંસ્કૃતિને જોડે છે. પરંતુ મને ગર્વ થાય છે કે, ભગવાનશ્રી કૃષ્ણના પૌત્ર અનીરૂદ્ધએ આસામની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. 14 અને 15મી સદીના ભક્તિ આંદોલનનો ઉલ્લેખ કરી કહ્યુ કે, નરસિંહ મહેતા ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના માર્ગે રચનાઓ લખી સાહિત્યનો વારસો આપી રહ્યા હતા. ત્યારે અમારા આસામમાં શંકર દેવ પણ તેમના સમકાલીન હતા. ગુજરાતના દ્વારકા સહિતના વિસ્તારોની આઠ મહિના સુધી યાત્રા કરી હતી.
"બંને રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક સમન્વય" - વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ ભૂમિ છે. ગુજરાત અને આસામ ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આઝાદીની ચળવળથી માંડીને 500 થી 600 વર્ષ દરમિયાન બંને રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક (Cultural Program at Madhavpur Fair) સમન્વયની અનેક કથાઓનો ઉલ્લેખ કરીને હાલ આસામ સહિતના રાજ્યોમાં થયેલા વિકાસની વાત કરી ગુજરાતના લોકોને આસામનો પ્રવાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો : CR Patil In Madhavpur Fair: મોઢવાડિયાએ કર્યું ટ્વીટ, માધવપુરના મેળામાં કરેલી ભૂલ બદલ સી. આર. પાટીલ લોકોની માફી માંગે
કલાસભર કૃતિઓ નિહાળી - સ્ટેજ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ ઉત્તર-પૂર્વ ભારત માંથી આવેલા કલાકારોની કલાસભર કૃતિઓ નિહાળી હતી. કૃષ્ણ વિવાહ પ્રસંગ સાથે ગુજરાત સરકારના રમતગમત-યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ આયોજિત સાંસ્કૃતિક મહોત્સવનું (Madhavpur Fair Concludes) સમાપન થયું હતું. આ પ્રસંગે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પ્રવાસન રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી, ધારાસભ્ય બાબુ બોખીરીયા, કાંધલ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા, સાંસ્કૃતિક વિભાગના કમિશનર જોશી, કલેક્ટર અશોક શર્મા, DDO વી.કે.અડવાણી, SP રવિ મોહન સૈની સહિત અગ્રણીઓ તેમજ મેળાના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.