પોરબંદરમાં ધોરણ 10 માટે તારીખ 7 માર્ચથી 19 માર્ચ સુધી 42 પરીક્ષા કેન્દ્રો અને 384 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 7 માર્ચથી 23 માર્ચ સુધી 15 કેન્દ્રને 138 બ્લોક તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 7 માર્ચ થી 16 માર્ચ સુધી ચાર કેન્દ્રો અને 14 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવું આયોજન હાથ ધરાયું હતું.
પરીક્ષામાં સહયોગ આપનારા અન્ય પોલીસ, PGVCLઅને ST વિભાગ ,શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત ઝોનલ અધિકારીઓ તથા પત્રકારોનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.