- પોરબંદરમાં એકલી રહેતી મહિલા પર દુષ્કર્મ
- કૌટુંબિક સગાએ જ દુષ્કર્મ આચર્યું
- ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
પોરબંદર: પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના દૂરના મામાએ ઘરે બોલાવી તેના પર બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
પીડિતાને આપી જાનથી મારી નાખવાની ધમકી
દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાને આરોપી વિપુલ ધીરુભાઈ સોલંકી કૌટુંબિક મામા થતા હોવાથી તેમણે પીડિતાને ગત 17મી ના રોજ પોતાના ઘરે બોલાવી બે વાર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈ ને કહેવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .આરોપી ભંગારની છૂટક મજૂરી કરતો હોવાનુ જાણવા મળ્યું છે. આ ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.