પોરબંદર લોકસભા મત વિસ્તારમાં 18 થી 19 વર્ષની વયના કુલ 32,872મતદારો છે. જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા સહિતનાં તાલુકામાં હજુ કોઇ મતદારની નોંધણી ના થઇ હોય તો નોંધણી કરાવી શકાય છે. તેના માટે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી ઉપરાંત બી.એલ.ઓ તેમજ કૉલેજોમાં એમ્બેસેડરનિયૂક્તિ કરવામાં આવ્યા છે. તમામ સ્તરેથી પ્રયાસો થાય તે જરૂરી છે.
તો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરીએ મતદાર નોંધણી પ્રક્રિયા તેમજ મતદાર નોંધણી ફોર્મ નં-6 અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ તકે ગોઢાણીયા કૉલેજ, આઇ.ટી.આઇ. રાણાવાવ, પોરબંદર, કુતીયાણા, સાયન્સ કૉલેજ, આર.જી.ટી.કૉલેજ, સરકારી આર્ટસ કૉલેજ, વી.જે.મોઢા કૉલેજ સહિત જિલ્લાની કૉલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યાહતા.