ETV Bharat / state

કોસ્ટગાર્ડે 'નો ફિશિંગ ઝોન'માં માછીમારી કરતી 10 બોટ ડિટેઈન કરી - પોરબંદર

કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન અન્ય જિલ્લાની 5 અને પોરબંદરની 5 બોટનો ફિશિંગ ઝોન તેમજ IMBL નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેની કાર્યવાહી ફિશરીઝ વિભાગને સોંપવામાં આવતા આ તમામ બોટના લાયસન્સ રદ કરવામાં આવશે. તેમજ જે બોટ 2થી વધુ વખત ઝડપાશે તેના ડીઝલકાર્ડ કાયમી રદ કરવામાં આવશે તેમ પોરબંદરના મદદનીશ ફિશરિઝ અધિકારીએ જણાવ્યું છે.

નો ફિશિંગ ઝોનમા માછીમારી કરતી 10 બોટ કોસ્ટગાર્ડ પકડી

author img

By

Published : Nov 12, 2020, 7:15 PM IST

  • ફિશરીઝ વિભાગ દ્વારા તમામના લાયસન્સ રદ કરવા તજવીજ હાથ ધરાઈ
  • બોટ 2થી વધુ વખત પકડાતા તેનું ડિઝલકાર્ડ કાયમી માટે રદ થશે
  • પોરબંદર જિલ્લાની 5 સહિત કુલ 10 બોટ ઝડપાઇ

પોરબંદરઃ 21 ઓક્ટોબરના રોજ કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલતું હતું તે દરમ્યાન દરિયામાં IMBL તથા નો ફિશિંગ ઝોન નજીક માછીમારી કરતી બોટ જોવા મળી હતી, જેની તપાસ કરતા પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ દરિયામાં હતી, જેથી વધુ દસ્તાવેજી કાર્યવાહી માટે પોરબંદરના ફિશરીઝ વિભાગને કાર્યવાહી સોંપવામાં આવી હતી. ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સોધોગ નિયામક દ્વારા આ પોરબંદરની તમામ 5 બોટના લાયસન્સ રદ કરવામાં આવશે, ઉપરાંત પકડાયેલી 5 બોટમાંથી 2 બોટ એક કરતા વધુ વખત પકડાઈ હોવાથી તેમના ડિઝલકાર્ડ કાયમી માટે રદ કરાશે. જ્યારે અન્ય બોટના ડિઝલકાર્ડ એક વર્ષ માટે રદ કરવામાં આવશે. તેમજ અન્ય જિલ્લાની પકડાયેલી 5 બોટ જે તે જિલ્લાની કચેરીએ કામગીરી અર્થે મોકલવામાં આવશે, તેવું ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

કોસ્ટગાર્ડે 'નો ફિશિંગ ઝોન'માં માછીમારી કરતી 10 બોટ ડિટેઈન કરી

પોરબંદરની પકડાયેલી પાંચ બોટના નામ

દરિયામાં IMBL તેમજ નો ફિશિંગ ઝોન નજીક માછીમારી કરતી કૃશાંગ દિનેશ ગોસીયાની રામદેવજી નામની બોટ, વર્ષાબેન માધવજી મોતીવરસની કૃષ્ણકૃપા નં.3 બોટ, માધવજી કાનજી જુંગીની રાધવ બોટ, દિક્ષીત માધવજી મોતીવરસની વિનય સાગર બોટ તેમજ સુરેશ ધનજી લોઢારીની શુભ પાલધર બોટ પકડાઈ હતી.

બે બોટના ડિઝલકાર્ડ કાયમી ધોરણે રદ કરાયા

IMBL નજીક માછીમારી કરતી 5 બોટ પકડાઈ જેમાં કૃષ્ણકૃપા નં.3 નામની બોટ 2 વખત તેમજ વિનય સાગર નામની બોટ 3 વખત પકડાઈ છે જેથી તેમના ડિઝલકાર્ડ કાયમી ધોરણે રદ થશે.
દરિયામાં IMBL તથા નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવાની મનાઈ છે. જેથી જિલ્લાના માછીમારોએ આ સ્થળે માછીમારી ન કરવા ખાસ સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.