ETV Bharat / state

હરોફરોને મોજ કરો, 13 નવી બસને મુખ્યપ્રધાને આપી લીલીઝંડી - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોરબંદર

પોરબંદરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 13 નવી સીટી (Porbandar City Bus) બસ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી શહેરી પરિવહન સેવા યોજના હેઠળ નાગરિકો માટે યાતાયાતની સુવિધા માટે સીટી બસ સેવાની ભેટ આપી છે (Porbandar City Bus Facility)

હરોફરોને મોજ કરો, 13 નવી બસને મુખ્યપ્રધાને આપી લીલીઝંડી

author img

By

Published : Oct 3, 2022, 12:05 PM IST

પોરબંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે શ્રદ્ધાસુમન (Porbandar City Bus) અર્પણ કરવા પહોંચેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શહેરીજનોને યાતાયાતની સુવિધા માટે સીટી બસ સેવાની ભેટ આપી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શહેરના શીતળા ચોક ખાતેથી 13નવી CNG બસને લીલીઝંડી આપી આ પરિવહન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. (Porbandar City Bus Facility)

પરિવહનની સેવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારના લોકોને આંતરિક પરિવહન માટે 13 નવી બસની સેવા મળી રહેશે. આ બસો CNG હોવાથી પર્યાવરણ સામેના પ્રદૂષણથી પણ બચી શકાશે. આ નવી 13 CNG બસ શહેરના મુખ્યમાર્ગોના જુદા જુદા રૂટ તેમજ હેરિટેજ સ્થળો ઉપર પહોંચવા માટે પરિવહનની સેવા પૂરી (CM Bhupendra Patel Porbandar) પાડશે. ઉલ્લેખનીય છે કે, આ નૂતન સીટી બસ સેવામાં નાગરિકો પ્રથમ દિવસે વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

એક નવો અનુભવ પોરબંદર ગાંધી - સુદામા નગરી તરીકે જાણીતું હોવાથી તેમજ તેના પૌરાણિક મહત્વના લીધે પ્રવાસીઓ પણ ઘસારો રહેતો હોય છે, ત્યારે આ સુવિધા સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓને પણ એક પરિવહનની સુવિધા મળી રહેશે. આ 13 નવી બસમાં CCTV કેમેરા, એલઇડી સ્ક્રીન ડિસ્પ્લે તથા એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે GPS લોકેશન સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ત્યારે પોરબંદર છાયા વિસ્તારના આંતરિક યાતાયાતનો એક નવો અનુભવ થશે. (porbandar city bus timetable)

કોણ કોણ હાજર રહ્યું આ પ્રસંગે રાજ્યના કૃષિ પ્રધાન અને જિલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજી પટેલ, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી નીનામા, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિતના પદાધિકારીઓ અધિકારી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા. (porbandar city bus route)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.