ETV Bharat / state

પોરબંદરની આ મહિલા ફોક આર્ટ દ્વારા બનાવી રહી છે રંગબેરંગી ગરબા

પોરબંદરના કલ્પનાબેન મદાણી ગત 18 વર્ષોથી માટીના ગરબાઓમાં ફોક આર્ટના પ્રાણ ફૂંકે છે. કલ્પનાબેન 10 સે.મિટરના ગરબાથી લઇને ગાગર જેવડા મોટા ગરબાઓમાં ફોક આર્ટથી પોતાની કલ્પનાની પીંછી ફેરવે છે.

ETV BHARAT
રંગ બે રંગી માટીના ગરબા
author img

By

Published : Oct 15, 2020, 7:34 PM IST

પોરબંદરઃ શહેરનાં કલ્પનાબેન મદાણી ગત 18 વર્ષોથી માટીના ગરબાઓમાં ફોક આર્ટના પ્રાણ ફૂંકે છે. કલ્પનાબેન 10 સે.મિટરના ગરબાથી લઇને ગાગર જેવડા મોટા ગરબાઓમાં ફોક આર્ટથી પોતાની કલ્પનાની પીંછી ફેરવે છે. ગરબા ઉપરાંત માટીના દીવડા, ફલાવર પોર્ટ, મૂર્તિ, દાંડીયા સહિતની વસ્તુઓ પર જુદા-જુદા રંગના મોતીથી ડિઝાઇન કરવાની સાથે કલ્પનાબેન ધતુરાના પાનનો તથા સીંદોરનો કલર કામ તરીકે ઉપયોગ કરે છે.

ETV BHARAT
રંગ બે રંગી માટીના ગરબા

આ અંગે કલ્પનાબેને જણાવ્યું કે, માટીના ગરબા અને દીવડાઓને સુશોભિત કરવા તેમનો શોખ છે. ફક્ત નિજાનંદ માટે તે દરરોજ 5થી 7 કલાક આ કામ માટે ફાળવીને વર્ષ દરમિયાન 600 જેટલા ગરબાઓને વિવિધ ડિઝાઇનથી શણગારે છે. આ ગરબા તે નવરાત્રિ દરમિયાન વેંચે છે. તેમણે કહ્યું કે, દરેક માણસમાં કોઇને કોઇ કળા છૂપાયેલી હોય છે. એ કળાને બહાર લાવવાની સાથે તેને જીવંત રાખવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં ગરબાનું વિશેષ મહત્વ છે. જેથી દરેક ઘરે ગરબાનું સ્થાપન કરવામાં આવતું હોય છે. ગરબામાં દીવો પ્રગટાવીને માં જગદંબાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ETV BHARAT
રંગ બે રંગી માટીના ગરબા

હાલના સમયમાં અસંખ્ય લોકો ગરબાના વેચાણ થકી રોજગારી મેળવતા હોય છે. આ ઉપરાંત બજારમાં પણ વિવિધ આકારના તથા વિવિધ ડિઝાઇનના ગરબા જોવા મળતા હોય છે, ત્યારે કલ્પનાબેન પોતાની કલ્પના થકી દર વર્ષે ગરબાઓમાં જુદી-જુદી ડિઝાઇન ઉમેરીને પોતાની ક્રિએટિવિટિને વધુને વધુ બહાર લાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.