ETV Bharat / state

પોરબંદરમાં ધોળા દિવસે છેતરપિંડી, વૃદ્ધ મહિલાની નજર ચૂકવી સોનાના દાગીના લઈ બે શખ્સ ફરાર - પોરબંદર લોકલ ન્યુઝ

પોરબંદરમાં ધોળા દિવસે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરમાં વૃદ્ધ મહિલાની નજર ચૂકવી છેતરપિંડી કરી સોનાના દાગીના લઈ ખોટી દાગીના પરત કરી બે શખ્સો ફરાર થયા છે. પોલીસ જેવા લાગતા લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરી, ચેકીંગ ચાલુ હોવાનુ કહી મહિલાને વાતોમાં ફસાવી નજર ચૂકથી ખોટા દાગીના મહિલાને પરત કર્યા છે.

In Porbandar, two persons absconded with gold jewelery from an old woman
પોરબંદરમાં ધોળા દિવસે છેતરપિંડી, વૃદ્ધ મહિલાની નજર ચૂકવી સોનાના દાગીના લઈ બે શખ્સો ફરાર
author img

By

Published : Nov 6, 2020, 3:16 PM IST

Updated : Nov 6, 2020, 4:02 PM IST

  • પોરબંદરમાં ધોળા દિવસે વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી
  • પોલીસ જેલા લાગતા લોકોએ ચેકિંગ ચાલુ હોવાનું જણાવ્યું
  • સોનાના દાગીના સામે ખોટા દાગીના પરત કર્યા
  • સોનાના દાગીના લઈ 2 શખ્સ ફરાર

પોરબંદરઃ રાજ્યમાં અવારનવાર ચોરી અને લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે તો ધોળા દિવસે પણ ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે. એવો જ એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. ધોળા દિવસે બે શખ્સો દ્વારા વૃદ્ધ મહિલાને છેતરી સોનાના દાગીના લઈ ફરાર થયા હતા.

પોરબંદરમાં ધોળા દિવસે છેતરપિંડી, વૃદ્ધ મહિલાની નજર ચૂકવી સોનાના દાગીના લઈ બે શખ્સ ફરાર

ચોરી અને લૂંટની ઘટના

પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેની સામે ચોર પણ વધુ શાતિર બન્યા છે. પોરબંદરમાં પોલીસ જેવા લાગતા 2 ગઠિયાઓએ એક વૃદ્ધ મહિલાને ચેકિંગ ચાલતું હોવાનું જણાવી દાગીના સાચવીને રાખવા કહ્યું હતું અને છેતરપીંડી કરી હતી. ઘટનાને અંજામ આપી હિન્દી ભાષી બે શખ્સ નાસી છૂટયા હતા. છેતરપિંડીનો ભોગ બનનારી વૃદ્ધ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કેવી રીતે કરી દાગીનાની છેતરપિંડી?

પોરબંદરમાં રહેતા ચંદ્રકળાબેન મામતોરા તેમના નિત્યક્રમ મુજબ સાંજે ઘરેથી હવેલીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે બે શખ્સોએ તેમની પાસે આવીને હિન્દીમાં જણાવ્યું કે, ચેકિંગ ચાલી રહ્યું છે આથી દાગીના સાચવીને રાખજો અને દાગીનાની એન્ટ્રી કરાવવી પડશે. આથી મહિલાએ વાતોમાં આવી પાંચ તોલા સોનાનો ચેઈન, સોનાની ચાર બંગડી સાથે કુલ કિંમત 1 લાખ 95 હજારના દાગીનાની એન્ટ્રી માટે એક કાગળમાં મૂક્યાં હતા. ચોપડામાં એન્ટ્રી કર્યા બાદ કાગળમાં પેક કરેલા દાગીના પરત આપ્યા હતા. બાદમાં બંન્ને શખ્સો ફરાર થયા હતા. પરંતુ મહિલાએ ઘરે આવી કાગળ ખોલતા માત્ર બંગડી જ હતી. તે પણ ખોટી હોવાનું જણાયું હતું.

મહિલાને વિશ્વાસમાં લેવા અન્ય શખ્સે પણ કરાવ્યું દાગીનાનું ચેકીંગ

મહિલા આ બન્ને શખ્સોના વિશ્વાસમાં આવે તે માટે અન્ય ત્રીજો શખ્સ પણ ત્યાં આવ્યો હતો. તેણે પણ દાગીના ચેક કરાવ્યા હતા. આથી આ સમગ્ર ઘટનામાં ત્રણ શખ્સો હોવાનું જણાઈ રહ્યું છે.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

સમગ્ર ઘટના સાંજે 5 થી 6 કલાક વચ્ચે સ્વાગત રેસ્ટોરન્ટ પાસે બની હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આસપાસની દુકાનોના સીસીટીવી ફુટેજના આધારે મહિલા સાથે છેતરપિંડી કરનારા શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Last Updated : Nov 6, 2020, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.