કારગીલ વિજય દિવાસની સ્મારક પ્રવૃત્તિઓના ભાગરૂપે 19 જુલાઈના રોજ ભારતીય નૌસેનાના INS કરૂવા જહાજને શાળાના બાળકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ જહાજને નિહાળવા માટે વિવિધ શાળાઓના બાળકો અને શિક્ષકોએ જહાજની મુલાકાત લીધી હતી. મુલાકાતી બાળકોને સમુદ્રમાં જીવનની સમજ આપવાના ઉદ્દેશ્ય સાથે યુધ્ધ ખૂબ પ્રેરણાત્મક અને માર્ગદર્શિત મુલાકાત આપવામાં આવી હતી.
ભારતીય નૌસેના INS કરૂવા જહાજે 20 જુલાઈના 10 કિ.મી. વોકેથન અને સમુદ્ર કિનારાની સાફ સફાઈના એક અભિયાનનું પણ આયોજન કર્યું હતું. 26 જુલાઇના રોજ કારગીલ વિજય દિવાસની ઊજવણી પેહલા ગુજરાત નૌસેના ક્ષેત્ર હેઠળની અન્ય એકમો પર પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.