સ્વચ્છતા પખવાડિયામાં કોસ્ટ ગાર્ડના જવાના મોટી સંખ્યામાં જોડાયા અને દરિયા કિનારાની સફાઈ કરી કચરો એકત્રીત કર્યો હતો. કોસ્ટ ગાર્ડના DIG ઇક્બાલ સિંહ ચૌહાણે પોરબંદર વાસીઓને અપીલ કરી હતી કે, સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીની જન્મભૂમિ પર સ્વચ્છતા રાખવીએ તમામ લોકોની ફરજ છે. જો શહેર અને દરિયા કિનારો સ્વચ્છ રહેશે તો લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહેશે અને બિમારીથી લોકો પણ મુક્ત રહેશે.
ઉપરાંત લોકો જ્યારે પણ ચોપાટી દરિયા કિનારા પર ફરવા જતા હોય ત્યારે કચરો ન ફેકે અથવા તો કચરો હોય તો તેને ઉપાડી તેને યોગ્ય જગ્યાએ નાખવા તેવી અપીલ કરી હતી. 15 ડીસેમ્બર સુધી ચાલનારા આ સ્વચ્છતા પખવાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતાને લઈ લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત દરિયામાં માછીમારી કરતા લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું જેથી કરીને દરિયાઈ જીવોને નુકસાન ન થાય.