ETV Bharat / state

સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરડા સાગર ડેમની કેનાલમાં થઇ સફાઈ

પોરબંદરઃ બરડા સાગર ડેમ બરડા વિસ્તારમાં જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેની સાથે જોડાયેલી કેનાલોની સફાઈ કરવામાં આવતી ન હતી. જેથી આ કેનાલમાં ઝાડી-ઝાંખરા અને વરસાદી પાણીથી પથ્થરો અને માટી પડતી હોવાથી કેનાલ બુરાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ અનેક પ્રયાસો બાદ આ કેનાલનો સમાવેશ સુજલામ સુફલામ યોજનામાં કરવામાં આવ્યો હતો. તેથી આ કેનાલનું સફાઈ કામ હાથ ધરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

pbr
author img

By

Published : May 5, 2019, 5:11 PM IST

આ કેનાલ પર ચોમાસામાં બગવદર મોઢવાડા રોડ પરથી પાણી પસાર થતું હોવાથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ જાય છે. જેથી કેનાલની સાફ સફાઈ કરવી જરૂરી બની હતી. આ બાબતે મોઢવાડા ગામના યુવા સરપંચ જયમલ મોઢવાડીયા અને કેનાલ કાંઠાના લાભાર્થી ખેડૂતોએ ધારાસભ્ય બાબુ બોખીરીયા સહિત કલેક્ટર તેમજ કાર્યપાલક ઈજનેરને પણ કરી હતી.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરડા સાગર ડેમની કેનાલમાં સફાઈ કરાઈ

ધારાસભ્યના પ્રયાસથી સુજલામ સુફલામ યોજનામાં આ કેનાલનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી હાલ આ કેનાલોની સાફ સફાઈનું કામ ચાલુ થતા મોઢવાડા અને કેનાલના કાંઠાના ખેતર ધરાવતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

LOCATION_PORBANDAR

પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરડા સાગર ડેમ ની કેનાલ માં સફાઈ કરાઈ  

બરડા સાગર ડેમ બરડાવિસ્તાર માં જીવ દોરી સમાન મનાય  છે.પરંતુ છેલ્લા પાંચ વર્ષ થી તેની સાથે જોડાયેલ કેનાલો ની સફાઈ કરવાં આવી  ન હતી જેથી આ કેનાલ માં ઝાડી ઝાંખરા અને વરસાદી પાણી થી પથરો અને માટી પડતી હોવાથી કેનાલ બુરાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી પરંતુ  અનેક પ્રયાસો બાદ આ કેનાલ નો સમાવેશ સુજલામ સુફલામ યોજનામાં થવાથી આ કેનાલ નું સફાઈ કામ હાથ ધરાતા ખેડૂતો માં ખુશી ની લાગણી જોવા મળી હતી 

આ કેનાલ પર ચોમાસામાં બગવદર મોઢવાડા રોડ પરથી પાણી પસાર થતું હોવાથી વાહન વ્યવહાર પણ ઠપ થઇ જાય છે જેથી કેનાલ ની સાફ સફાઈ કરવી અત્યંત બની હતી  આ બાબતે મોઢવાડા ગામ ના યુવા સરપંચ જયમલ મોઢવાડીયા અને કેનાલ કાંઠા ના લાભાર્થી ખેડૂતો એ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત કલેકટર તેમજ કાર્યપાલક ઈજનેર ને પણ  કરી હતી ધારાસભ્ય ના પ્રયાસ હતી સુજલામ સુફલામ યોજનામાં આ કેનાલ નો સમાવેશ કરવમાં આવ્યું હોવાથી હાલ  આ કેનાલોની સાફ સફાઈ નું કામ ચાલુ થતા મોઢવાડા અને કેનાલ ના કાંઠા માં ખેતર  ધરાવતા ખેડૂતો માં ખુશી છવાઈ હતી   

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.