પોરબંદર: શહેરના વિસાવાડા ગામ નજીક વ્હેલ માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. નદી કિનારે તણાઇ આવેલા વ્હેલ માછલીના મૃતદેહની ગામલોકોને જાણ થતાં વનવિભાગને માહિતી આપી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
વ્હેલ માછલીનો મૃતદેહની લંબાઈ અંદાજે 20 થી 25 ફૂટ હતી. વ્હેલ માછલીનો મૃતદેહ વિસાવાડા ગામ નજીક તણાઈ આવ્યો હતો. વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી. તેેેમજ આ મૃતદેહ ને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.