- સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે પોરબંદર ખાતે રક્તદાન કેમ્પ
- ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ
- સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે રક્તદાન કરી યુવાનોએ માનવતા મહેકાવી
પોરબંદરઃ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પોરબંદર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ વિવિધ રીતે ઉજવીને વિવેકાનંદજીના કાર્યોને યાદ કરીને તેમાથી પ્રેરણા મેળવતા હોય છે, ત્યારે પોરંબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજકો અને સ્પોર્ટસ ખેલાડીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતુ. આ કેમ્પમા 100 બોટલ રક્ત એકત્ર કરવામા આવ્યું હતું.
રક્તદાન કરી યુવાનોએ સ્વામી વિવેકાનંદના સેવા એ જ જીવન સંદેશને સાર્થક કર્યો
આજે મંગળવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર દેશમાં ભ્રમણ કરી સેવા પરમ ધર્મનો સંદેશ આપ્યો હતો, ત્યારે આજે મંગળવારે પોરબંદરના સ્પોર્ટ સંકૂલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં પણ જરૂરિયાત મંદ દર્દીઓને માટે રક્તદાન કરી યુવાનોએ માનવતા મહેકાવી હતી.