- પોરબંદર છાયા સંયુક્ત પાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી
- નગરપાલિકામાં થયું હતું 49.58 ટકા મતદાન
- 07 બેઠક પર કોંગ્રેસનો વિજય
પોરબંદરઃ 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. નગરપાલિકામાં 49.58 ટકા મતદાન થયું હતું. જ્યારે મંગળવારે પાલિકાની મતગણતરી પોલીટેક્નિક કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં ભાજપે 45 બેઠક પર અને કોંગ્રેસે 7 બેઠક પર વિજય મેળવ્યો હતો. જીત બાદ ઉમેદવારોએ લોકોનો વિશ્વાસ મળ્યો છે તેમ કહી લોકો માટે કામ કરવા તત્પરતા દર્શાવી હતી.
વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલ વિજેતા
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વૉર્ડ નંબર-6માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી. જેમાં ફારૂક સૂર્યા, રાશિદાબેન દિલાવર જોખિયા, વિજુબેન ધર્મેશભાઇ પરમાર અને ભીખાભાઇ સીદીભાઈ ઢાકેચા ભાજપને હરાવી વિજેતા બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર-7માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવાર વિજેતા બન્યા હતા. કોંગ્રેસના જીવન રણછોડ જુંગી અને ભાનુબેન હીરાલાલ જુંગી વિજેતા બન્યા હતા. ઉપરાંત ભાજપના કિશોર બરીદુન અને ભારતીબેન માવજીભાઈ જુંગી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર-13માં કોંગ્રેસના ઉમેદવાર ભરત લીલા ઓડેદરા વિજેતા બન્યા હતા.