પોરબંદરઃ છેલ્લા કેટલાંક દિવસથી ચીન-ભારત સરહદ પર હિંસક અથડામણ થઈ રહી છે. જેમાં 20 ભારતીય જવાન શહીદ થતાં દેશભરમાં શોકનો માહોલ સર્જાયો હતો.
દિવસને દિવસે વધતી ચીનની અવળચંડાઈને પગલે દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. જે સંદર્ભે પોરબંદરના બખરલા ગામના લોકોએ બસ સ્ટેન્ડ પાસે એકત્રિત થઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
બખરલા ગામના સરપંચ અરસીભાઈ ખુંટીએ ચીનની સરહદ પર શહીદ થયેલા જવાનો પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ બખરલા ગામના લોકોએ ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.