- કીર્તિમંદિર ખાતે યોજાશે 'આઝાદી કા અમૃત મહોત્સવ'
- કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવો જોડાશે
- આર. સી. ફળદુ આપશે બાપુને પુષ્પાંજલી
પોરબંદર: કીર્તિમંદિર ખાતે આર. સી. ફળદુ તથા મહાનુભાવો સવારે 8.30 કલાકે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને કસ્તુબાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને કીર્તિમંદિરથી ચોપાટી સુધી યોજાનાર પદયાત્રા અને સાયકલ યાત્રાનો શુભારંભ કરાવશે. આ યાત્રા શહેરના અલગ અલગ રૂટ પરથી નિકળી ચોપાટી ખાતે પહોચશે, જેમાં પદયાત્રા કીર્તિ મંદિરથી માણેકચોક થઇ ચોપાટી ગ્રાઉન્ડ તથા સાયકલ રેલી કીર્તિ મંદિરથી શિતલાચોક, રેલ્વે સ્ટેશન થઇ ચોપાટી પહોચશે. સવારે 9 કલાકે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધી સ્મૃતિ ભવન પાછળ ચોપાટી ખાતે પ્રધાન આર.સી.ફળદુ તેમજ તથા મહાનુભાવો સફાઇ અભિયાનમા જોડાશે. તથા સરકીટ હાઉસ પાછળ ચોપાટી પાસે સવારે 9.30 કલાકે વૃક્ષારોપણ કરશે. સવારે 10 કલાકથી ચોપાટી ગ્રાઉન્ડ, હોટલ તોરણની બાજુમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં મહાત્મા ગાંધીને પ્રિય ભજન અને ધુન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. આર સી. ફળદુ તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા વકતવ્ય આપશે તથા વડાપ્રધાનશના વકતવ્યનું જીવંત પ્રસારણ કરાશે. તથા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ ગ્રામહાટ ખાતે પ્રધાન ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો:નડિયાદમાં કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ
પોરબંદરવાસીઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. કાર્યક્રમમાં પોરબંદર કલેકટર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલી, પદયાત્રા અને સાયકલ રેલી, ચોપાટી ખાતે સફાઇ અભિયાન, વૃક્ષારોપણ, ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ધાટન અને સ્ટેજ પ્રોગ્રામ પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ હોય આવતીકાલના કાર્યક્રમને લઈને ગાંધીજન્મભૂમિ પોરબંદર જિલ્લાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:પોરબંદરમાં ગાંધી જયંતી નિમિત્તે આંગણવાડીની બહેનોને યશોદા એવોર્ડ એનાયત થયા