પોરબંદરઃ પોરબંદર જિલ્લાના ગામોમાં કોરોના વાયરસ સામે સમજદારી અને જાગૃતિ જોવા મળે છે. ખેડૂતોએ ચોમાસા પૂર્વેની તૈયારી તેમ જ જરૂરી ખેતીકામ શરૂ કરી દીધું છે. ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગોમાં કામ કરતાં લોકો માસ્ક પહેરે છે અને સાથે સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરે છે.
માંડવા નજીક ખેતી કાર્ય કરતાં અને મગફળીની મિલ ધરાવતા મૈસુરભાઇ ભાદરકાએ જણાવ્યું હતું કે, અમે દરેક મુલાકાતી આવે એટલે સેનેટાઇઝેશન અથવા પાણીથી હાથ ધોવરાવીએ છીએ. ચૌટા નજીક અન્ય એક ખેડૂત માલદેભાઇએ જણાવ્યું હતું કે અમારી પાસે કોરોના અંગેની સાચી માહિતી છે. હવે કોરોના અંગે ખોટો ગભરાટ નથી અને સાવચેતી તકેદારી રાખવાની છે. અમે ખેતી કાર્ય શરૂ કરી દીધું છે તેમ જણાવ્યું હતું.