કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીઆએ પોરબંદરની મુલાકાત લીઘી હતી, ત્યારે તેમણે પ્રિ- મોન્સૂનની કામગીરી પ્રત્યેની બેદરકારી જોઈને તંત્રનો ઉધડો લીધો હતો. તેમજ ભાજપ સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી તંત્ર પર ગંભીર આરોપો કર્યા હતા.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં કોંગ્રેસના શાસન સમયે 876 કરોડની ગ્રાન્ટ ભૂર્ગભ ગટર યોજના માટે મિશન સીટી લાવ્યા હતા. પણ ભાજપની અણઆવડત અને તિજોરી ભરવાની નિતીને લઈન ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ હતી. જેના કારણે પોરબંદરના ઉદ્યોગ નગર, રામટેકરી અને એમ.જી રોડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાતાં લોકો પરેશાન થયા હતા.