નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપ સિંહ પવાર (જુનાગઢ વિભાગ )દ્વારા પોરબંદર જિલ્લા પોલીસના આર્મસ એમયુ એમયુનેશન, ક્લોધીંગ સ્ટોર, એમ ટી શાખા, ડોગ વિભાગ, માઉન્ટેડ વિભાગ, વાયરલેસ વિભાગ તેમજ પોલીસ લાઇનની મુલાકાત લેવામા આવી હતી.
પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલ સેરી મોનિયલ પરેડ બાદ પોલીસ વિભાગના પોલીસ અધિકારી તથા કર્મચારી દ્વારા સ્ક્વોડ ડ્રિલ, પીટી, રાઇફલ પીટી ,મેડીસીન પીટી ,રાઇફલ એક્સરસાઇઝ, સંત્રી ડ્યુટી,ગાર્ડ માઉન્ટીન, ગાર્ડ બદલવી, મસકેટરી, બેનેટ ફાઇટિંગ, લાઠી ડ્રિલ, ફિલ્ડ સિગ્નલ, ગાર્ડ અને એસકોર્ડ ડ્યુટી, હથિયાર ટ્રેનિંગ, એસલટ કોર્ષ,ઓબ્સટીકલ, મોબ કન્ટ્રોલ, જુડો કરાટે, બોક્સિંગ પ્લાટુન ડ્રિલ, યોગાસન અનામર્ડ, કમ્બેટ,ડેકોયટી ઓપરેશન, એન્ટી ટેરોરીસ્ટ ચેકપોસ્ટ, તથા બૉમ્બ ડિપોઝલ જેવી ઇવેન્ટ રજૂ કરવામા આવી હતી. જેને જોવા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.