- પોરબંદરમાં મીણિયા કલર (ઓઇલ પેસ્ટલ)થી દોરાયેલા ચિત્રોનું પ્રદર્શન "અભિવ્યક્તિ"
- પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં યોજાયું ચિત્ર પ્રદર્શન
- ભાવનગરના છ ચિત્રકારો દ્વારા દોરેલા પેન્ટિંગ પ્રદર્શનમાં રાખવામાં આવ્યાં
- અનોખી રીતે આ ચિત્રોમાં કરાય છે મીણિયા કલરનો ઉપયોગ
પોરબંદરઃ આ ચિત્ર પ્રદર્શનમાં છ જેટલા ચિત્રકારો ભાવનગરથી આવ્યાં છે. અન્ય ચિત્ર કરતા આ ચિત્રો અલગ પડે છે કારણ કે, આ ચિત્રોમાં મીણિયા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શનમાં લાઈવ પેઇન્ટિંગ દ્વારા આ પેઇન્ટિંગ કઈ રીતે કરવું તે બતાવવામાં આવે છે. ભાવનગરના છ જેટલા ચિત્રકારોએ પોતાની કલા ચિત્ર સ્વરૂપે રજૂ કરી છે જેને જોવા અનેક લોકો આવી રહ્યાં છે.
- લોકોને અનોખી ચિત્રકળા નિહાળવા ભાવભર્યું આમંત્રણ
ભાવનગરના તરુણ કોઠારી સાથે ખુશી પાઠક તથા ઓમકાર જોશી અને અનુશ્રીદેવી રાના, રાજવી પરમાર અને સમૈરા બંસલ દ્વારા દોરાયેલ ચિત્રો પ્રદર્શનમાં મૂકાયાં હતાં.આ ચિત્ર પ્રદર્શન આવતી કાલ રવિવાર સુધી રહેશે. આથી લોકો વધુ લાભ લે તેમ આયોજકોએ જણાવ્યું હતું.