- બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવાનો કરાયો સંકલ્પ
- તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રભારી અને સંયોજકોનો સોપાઈ જવાબદારી સોપાઈ
- ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રભારીઓ વિક્રમ માડમ, અર્જુનભાઈ મોઢવાડિયા અને પુંજાભાઈ વંશ રહ્યા ઉપસ્થિત
પોરબંદરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પક્ષને મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇને પોરબંદરના સુદામા ચોક પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં કારોબારી બેઠક યોજી હતી.
કોંગ્રેસ જીતે તેવા પ્રયાસ
આ બેઠકમાં કોંગ્રેસના ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીઓ દ્વારા પોરબંદર જિલ્લાના તથા પોરબંદરના ત્રણેય તાલુકાઓના પ્રભારીઓ સંયોજકો જનમિત્રોની નિમણૂક કરી બુધ સમિતિઓની રચના પણ તૈયાર કરવામાં આવી હતી અને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ખેડૂત વિરોધી કાયદા અને વહીવટી તંત્રની બેદરકારીને લોકો સમક્ષ પહોંચાડવામાં આવશે અને ખેડૂતોની જાગૃત કરશે અને જન જન સુધી સંપર્ક કરી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમ કોંગ્રેસ પક્ષના સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી પુંજાભાઈ વંશએ જણાવ્યું હતું કે, સ્થાનિક મુદ્દાઓને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ લડશે.
પ્રભારી પુંજાભાઈ વંશએ આપી માહિતી
કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પુંજાભાઈ વંશએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાને અનેક રીતે અન્યાય આપાવવામાં આવ્યા છે. પોરબંદરમાં સ્થાનિક બંદર બનાવવા માટે પણ અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી આવા તમામ મુદ્દાઓ જન જન સુધી પહોંચાડીને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવામાં આવશે.