ETV Bharat / state

ભારતીય જળસીમા ઓળંગનારી પોરબંદરની ત્રણ ફિશિંગ બોટના લાયસન્સ રદ્દ કરવા કાર્યવાહી હાથ ધરાઈ - Porbandar fishing boats crossing Indian waters

પોરબંદર માં IMBL(ભારતીય જળસીમા) ક્રોસ કરતી પોરબંદરની 3 બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી. આ બોટના ફિશિંગ લાયસન્સ અને ડિઝલકાર્ડ સ્થગિત કરવા ફિશરીઝ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભારતીય જળસીમા ઓળંગનારી પોરબંદરની ત્રણ ફિશિંગ બોટના લાયસન્સ રદ્દ કરવા કાર્યવાહી હાથ ધરાઈ

author img

By

Published : Mar 25, 2021, 7:37 PM IST

  • મનાઈ હોવા છતાં જળસીમા ઓળંગવાની ભૂલ કરે છે માછીમારો
  • ફિશરીઝ વિભાગ દ્વારા કરાશે નિયમ મુજબની કાર્યવાહી
  • અનેકવાર પાક મરીન દ્વારા કરાય છે માછીમારોના અપહરણ

પોરબંદર: IMBL(ભારતીય જળસીમા ) ઓળંગવા બદલ પોરબંદરની 3 બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી. આ બોટના ફિશિંગ લાયસન્સ અને ડિઝલકાર્ડ સ્થગિત કરવા ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલી ત્રણેય બોટના લાયસન્સ 90 દિવસ માટે અને ડિઝલકાર્ડ 1 વર્ષ માટે સ્થગિત

તાજેતરમાં જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન IMBL ક્રોસ કરી માછીમારી કરતી પોરબંદરની 3 બોટને ઝડપી લીધી હતી અને તેના ડોક્યુમેન્ટ કબજે કરીને આગળની કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને કામગીરી સોંપવામાં આવી હતી. ફિશરીઝ વિભાગ દ્વારા આ ત્રણેય ફિશિંગ બોટના લાયસન્સ અને ડિઝલકાર્ડ સ્થગિત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકએ જણાવ્યું હતું કે, IMBL ક્રોસ કરીને માછીમારી કરતા પકડાયેલ ત્રણેય બોટના લાયસન્સ 90 દિવસ માટે અને ડિઝલકાર્ડ 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે. પકડાયેલી ત્રણેય બોટમાં મહેન્દ્ર નાથા વાંદરીયાની હંસરાજ બોટ, માવજી નારણ વાંદરીયાની આશાપુરામાં બોટ અને હેમંત એમ. બરીદુનની શ્રીશુભ વિનાયક બોટનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.