ETV Bharat / state

પોરબંદરમાં સિમેન્ટ ફેક્ટરીના ટ્રકની ચોરી કરનાર આરોપી ઝડપાયો - સિમેન્ટ ફેક્ટરી

રાણાવાવમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં પાર્ક કરેલા ટ્રકની ચોરી કરનારો આરોપી ઝડપાઈ ગયો છે. પોરબંદર પોલીસે 6 દિવસમાં ચોરને ઝડપી પાડ્યો છે. પોરબંદરના છાયામાં રહેલો લાખણસી નાગાજણભાઈ ઓડેદરા નામના આરોપીએ ટ્રકની ચોરી કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

પોરબંદરમાં સિમેન્ટ ફેક્ટરીના ટ્રકની ચોરી કરનાર આરોપી ઝડપાયો

author img

By

Published : Oct 21, 2020, 2:50 PM IST

  • પોરબંદરમાં ટ્રકની ચોરી કરનાર આરોપી ઝડપાયો
  • રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસેથી ટ્રકની થઈ હતી ચોરી
  • પોલીસે આરોપીને 6 દિવસમાં જ ઝડપી પાડ્યો

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવમાં આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે પાર્ક કરેલા ટ્રકની 6 દિવસ પહેલા ચોરી થઈ હતી. જેની ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની રાણાવાવ બાયપાસ પીપળિયા પાટિયા પાસેથી ટ્રક સાથે જ ધરપકડ કરી હતી. આરોપી લાખણસી નાગાજણભાઈ ઓડેદરા પોરબંદરનો જ રહેવાસી હોવાનું જણાયું હતું.

આ રીતે ઝડપાયો ટ્રકનો ચોરઃ

પોરબંદરમાં પીઆઈ કે. આઈ. જાડેજા તથા પીએસઆઈ એચ. સી. ગોહિલ તથા એસઓજીને બાતમી મળી હતી કે, ચોર લાખણસી ઓડેદરા રાણાવાવ બાયપાસ પાસે આવેલા પીપળિયા પાટિયા પાસે આવવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવી આરોપી અને ટ્રક બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમાં ટ્રક ચોરીની હોવાનું જણાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.