પોરબંદરઃ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર તથા ઓવરસીઝ ઈમ્ફોર્મેશન એન્ડ કેરિયર સેન્ટર દ્વારા અભ્યાસ/રોજગારી અર્થે વિદેશ જવા ઈચ્છુક યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે વિદેશ રોજગાર માર્ગદર્શન વેબિનારનું આયોજન કરાયું છે. આ વેબિનાર તા.18 ઓગસ્ટના રોજ બપોરે 3 કલાકે “ગૂગલ મીટ”ના માધ્યમથી ઓનલાઇન યોજવામાં આવશે.
આ ઓન-લાઇન વેબિનારમાં ઉમેદવારોને અભ્યાસ/રોજગારી અર્થે વિદેશ જવા માટે પ્રક્રિયા, યોજનાઓ અને અન્ય સંબંધિત માર્ગદશન આપવામાં આવશે. જેથી આ વેબિનારનો લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોએ મોબાઇલમાં “GOOGLE MEET” ડાઉનલોડ કરીને ઉપરોક્ત તારીખ અને સમયે meet.google.com/ynk-pnto-tqe લિંક પર ઓન-લાઇન હાજર રહેવાનું રહેશે. અપડેટ્સ માટે ઉમેદવારે અત્રેનું ફેસબૂક પેઇજ MODEL CAREER CENTER, PORABANDAR લાઇક કરીને અપડેટ્સ જોતા રહે તેમ જણાવાયું છે.