પોરબંદરમાં ત્રિદિયસીય કલામહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડી.એન. મોદીએ કર્યું હતું.
અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ત્રિ દિવસીય કલામહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષ મોરીએ જણાવ્યું હતું કે, રાજ્યના કલાકારોને સ્ટેજ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
23 જાન્યુઆરી સુધી યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મંગળવારે પ્રથમ દિવસે ગરબા, લોકનૃત્ય, રાસ, ચિત્રકલા, સર્જનાત્મક શક્તિ, સ્કૂલ બેન્ડ અને વેસ્ટ માંથી બેસ્ટ સહિતની કૃતિઓ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ આવડા ઓડેદરા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ગોસ્વામી, પ્રાંત અધિકારી કેવી બાટી, જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિકભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.